Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા તાલુકા પંચાયત ચૂંટણી : ભાજપે ૧૩ તો કોંગ્રેસે ત્રણ પર કબજો મેળવ્યો

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠાની ૧૩ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ સામે આવતા સત્તા પરિવર્તન જોવા મળ્યું છે જેમાં ૧૩માંથી ભાજપે ૧૦ અને કોંગ્રેસે ૩ તાલુકા પંચાયત પર કબજો કર્યો છેજબનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી ૧૩ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ફાળે ૧૦ તેમજ કોંગ્રેસે ૩ તાલુકા પંચાયત પર કબજો કર્યો છે જેમાં કોંગ્રેસે ભાજપના ગઢ કાંકરેજમાં સત્તા છીનવી લીધી છે. આ સાથે પાલનપુર અને દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને ભાજપની વાત કરીએ તો સૌથી મહત્વનું ભાભરનું પરિણામ રહ્યું છે. ભાભરમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું છે. ગેનીબેનના ગામના સભ્યો ભાજપમાં પક્ષ પલટો કરી પ્રમુખ બન્યાં છે જ્યારે દાંતીવાડામાં કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થયું છે. આ સાથે દાંતીવાડામાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી છે. જ્યારે વડગામમાં અઢીવર્ષના કોંગ્રેસ શાસન બાદ ભાજપ સત્તા પર આવ્યું છે તો બીજી તરફ દિયોદરમાં ભાજપને લોટરી લાગી છે. દિયોદરમાં ટાઇ પડતા ચિઠ્ઠી નાંખવામાં આવતા ભાજપને સતા મળી છે. આ સાથે ડીસા, થરાદ, ધાનેરા, સુઇ ગામ, વાવ, અમીરગઢ તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો થયો છે. આમ બનાસકાંઠામાં ૧૩માંથી ભાજપને ૧૦ અને કોંગ્રેસના ફાળે ૩ તાલુકા પંચાયત આવી છે.

Related posts

पुलिस नवरात्री में असामाजिक तत्वों पर निगरानी रखेगी

aapnugujarat

સુરતના ઓલપાડ વિસ્તારમાં ફેક્ટરીના ટોયલેટથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

aapnugujarat

સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઃ  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1