Aapnu Gujarat
Uncategorized

૧૧ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ રાજકોટ જિલ્લા માટે એરફોર્સ ભરતી મેળાનું આયોજન

તા.૧૧ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ એરફોર્સ માટેનો રાજકોટ જિલ્લાનો ભરતી મેળો યોજાશે. વિંગ કમાન્ડરશ્રી, એરમેન સિલેકશન સેન્ટર, એરફોર્સ, મુંબઈ દ્વારા આયોજિત આ ભરતી મેળો ભારતીય વાયુદળમાં ગ્રુપ-Y ની જગ્યાઓ માટે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે તા. ૧૧/૯/૧૭ ના રોજ વીર સાવરકર ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડીયમ, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે. રેલીમાં જોડાવા ઈચ્છુક ઉમેદવાર ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ રાજકોટ જિલ્લાના ધોરણ ૧૦+૨ પાસ અને તા. ૧૩/૦૧/૧૯૯૮ થી તા. ૨૭/૦૬/૨૦૦૧ વચ્ચે જન્મેલા હોવા જોઈએ. આ રેલીમાં ફક્ત અપરીણિત ઉમેદવારો જ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે www.indianairforce.nic.in વેબસાઈટ જોઇ જવા મદદનીશ નિયામક રોજગાર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Related posts

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની વરણી

editor

આગામી ૩ વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટના ત્રણેય ઢગલા દૂર થશે

editor

देशवासियों को मिलेगी मुफ्त कोरोना वैक्सीन : केंद्रीय मंत्री सारंगी

editor

Leave a Comment

UA-96247877-1