Aapnu Gujarat
Uncategorized

૨૦૧૭ ઝોન  કક્ષા સ્પર્ધા રાજકોટ જિલ્લાની ખો-ખો સ્પર્ધા ૨૯મી ઓગષ્ટથી શરૂ

રાજકોટ તા.૨૪ ઓગષ્ટ  રાજય સરકારના ગુજરાતમાં વ્યાપ્ત રમતવીરોને પ્રોતસાહિત કરવાના હેતુથી શરૂ કરાયેલ ખેલ મહાકુંભ -૨૦૧૭ અનવયે ઝોન કક્ષાની ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ આગામી તા. ૨૯મી ઓગષ્ટથી થનાર છે.

જેમાં ઝોન -૧,૨,૩,૪ની અંડર -૧૪ એજ ગ્રુપ બહેનો માટે ૨૯મી ઓગષ્ટના રોજ સવારે ૭-૩૦ કલાકે, ઝોન -૫,૬,૭,૮ની અંડર ૧૪ એજ ગ્રુપ બહેનો માટે ૩૦મી ઓગષ્ટના રોજ સવારે ૭-૩૦ કલાકે, ઝોન -૧,૨,૩,૪ની અંડર -૧૭ એજ ગ્રુપ બહેનો માટે ૩૧મી ઓગષ્ટના રોજ સવારે ૭-૩૦ કલાકે, ઝોન -૫,૬,૭,૮ની અંડર ૧૭ એજ ગ્રુપ બહેનો માટે ૧લી સપ્ટેમ્બરના રોજ સવારે ૭-૩૦ કલાકે, ઝોન -૧,૨,૩,૪ની ઓપન એજ ગ્રુપ બહેનો માટે  ૫ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૭-૩૦ કલાકે, ઝોન -૫,૬,૭,૮ની ઓપન એજ ગ્રુપ બહેનો માટે ૬ઠ્ઠી  સપ્ટેમ્બરના રોજ સવારે ૭-૩૦ કલાકે,  સર્વોદય સ્કુલ, ગોંડલ રોડ રાજકોટ ખાતે યોજાશે. જેના કન્વીનર શ્રી જયસુખભાઇ ભંડેરી તથા સહ કન્વીનર શ્રી નયનભાઇ મહેતા રહેશે.  તેજ પ્રમાણે ઝોન -૧,૨,૩,૪ની અંડર -૧૪ એજ ગ્રુપ ભાઇઓ માટે ૨૯મી ઓગષ્ટના રોજ બપોરે ૨-૦૦ કલાકે, ઝોન -૫,૬,૭,૮ની અંડર ૧૪ એજ ગ્રુપ ભાઇઓ માટે ૩૦મી ઓગષ્ટના રોજ બપોરે ૨-૦૦ કલાકે, ઝોન -૧,૨,૩,૪ની અંડર -૧૭ એજ ગ્રુપ ભાઇઓ માટે ૩૧મી ઓગષ્ટના રોજ બપોરે ૨-૦૦ કલાકે, ઝોન -૫,૬,૭,૮ની અંડર ૧૭ એજ ગ્રુપ ભાઇઓ માટે ૧લી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨-૦૦ કલાકે, ઝોન -૧,૨,૩,૪ની ઓપન એજ ગ્રુપ ભાઇઓ માટે  ૫ મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨-૦૦ કલાકે, ઝોન -૫,૬,૭,૮ની ઓપન એજ ગ્રુપ ભાઇઓ માટે ૬ઠ્ઠી  સપ્ટેમ્બરના રોજ બપોરે ૨-૦૦ કલાકે,  સર્વોદય સ્કુલ, ગોંડલ રોડ રાજકોટ ખાતે યોજાશે. જેના કન્વીનર શ્રી નયનભાઇ મહેતા તથા સહ કન્વીનર શ્રી જયસુખભાઇ ભંડેરી રહેશે. જેની તમામ ખેલાડીઓએ નોંધ લેવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી રાજકોટ શહેરની યાદીમાં જણાવાયું છે.

Related posts

PM MODI એ સુરતમાં ૨૦૦ કરોડના ખર્ચે હોસ્ટેલનું ખાતમુર્હૂત કર્યું

editor

ગુજરાતમા બીજું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ રાજકોટમાં બનાવાનો નિર્ણય

aapnugujarat

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસને જીતાડવાનું કર્યું આહવાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1