Aapnu Gujarat
Uncategorized

PM MODI એ સુરતમાં ૨૦૦ કરોડના ખર્ચે હોસ્ટેલનું ખાતમુર્હૂત કર્યું

વડાપ્રધાને દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે, જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું. હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા આ હોસ્ટેલમાં વાંચનાલયનું નિર્માણ કરાશે, જે ૨૪ઠ૭ ખુલ્લું રહશે, જેમાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. પુસ્તકાલયમાં જનરલ નોલેજ સહિતનાં પુસ્તકોનો સંગ્રહ હશે. કોઈપણ વ્યક્તિ બહારથી પણ વાચન કરી શકે એ માટે ઈ-લાઈબ્રેરી તૈયાર કરાશે. સરકારી મદદ માટે તમામ યોજનાઓની જાણકારી આપવા તથા કાર્યવાહી માટે મદદરૂપ થવા તમામ શહેરીજનો માટે માર્ગદર્શન સેન્ટર બનાવાશે. શહેરમાં પટેલ સમાજની વિવિધ ૫૦૦ જેટલી મોટી સંસ્થાઓ, ૩૦૦થી વધારે સેવા સંગઠનો, ૧૦૦૦થી વધુ પરિવાર સંગઠનો અને ૨૦૦૦થી વધુ ગામ સંગઠનો કાર્ય કરે છે. એનું સંકલન કરવા સેવા સેતુ સેન્ટર બનાવાશે. બિઝનેસ વ્યવસાય કનેક્ટ કેન્દ્ર ઃ સૌરાષ્ટ્ર પટેલ સમાજના ૧૦૦૦ સીએ, ૧૨૦૦ કન્સલ્ટન્ટ ડોક્ટર્સ, ૪ હજાર તબીબો સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત વકીલો, ટેક્સ પ્રેક્ટિશનર્સ, આર્કિટેક્ટ્‌સ વગેરેને સમાજ સાથે સાંકળી રાષ્ટ્રહિતમાં પ્રવૃત્તિઓ કરવા બિઝનેસ વ્યવસાય કનેક્ટ કેન્દ્ર બનાવાશે. અત્યારસુધીમાં કુલ ૧૦૦ લોકોએ ભૂમીદાન કર્યું છે, જેમાં ૧ વાર માટે ૧૧૦૦૦ રૂપિયા સ્વીકારાય છે. હજી ભૂમિદાન સ્વીકારવાનું ચાલુ છે. જે લોકોને ભૂમિદાન કરવું હોય તેઓ કરી શકે છે.સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વખાણ કરતાં કહ્યું કે ‘હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે. વડાપ્રધાને પોતાના પ્રવચનમાં ૧૯૧૯માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું.

Related posts

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ પ્રતિજ્ઞા લઈ કટિબદ્ધ થયા

editor

નળસરોવર ગુજરાતનું સૌથી વધારે દૂષિત જળાશય

editor

ગીર-સોમનાથ આરપીએફ પોલીસની પ્રશંસનીય કામગીરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1