Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ આરપીએફ પોલીસની પ્રશંસનીય કામગીરી

સોમનાથ-જુનાગઢ વિભાગનાં રેલવે આરપીએફ પોલીસ તંત્રે હાઈએલર્ટનાં અનુસંધાનમાં રાજકોટથી વેરાવળ-સોમનાથ નાઈટ પેટ્રોલિંગમાં હોય જેમાં ટીટીની સીટ ઉપર માત્ર એક જ છોકરો બેઠો હતો. આ છોકરાની પૂછપરછ કરતાં તેનું નામ નિશાંત ઘનશ્યામ યાદવ (ઉ.વ.૧૩), મેમનનગર, અમદાવાદ શહેર સ્વામીનારાયણ બાગ પાસે રહે છે તેવું જણાવ્યું હતું. આ છોકરો ધોરણ-૯માં તેનાં ઘર સામે આવેલી શારદા વિદ્યામંદિર સ્કુલમાં અભ્યાસ કરે છે અને ઘરે તેને અભ્યાસ માટે ઠપકો આપતાં તે ઘરેથી ભાગી આવેલ છે.
આરપીએફ પીએસઆઈ નાસીર હુસૈન શેખ તથા એસ્કોટ સ્કવોડનાં હે.કોન્સ્ટેબલ સુરેશકુમાર, હે.કોન્સ્ટેબલ દીપકકુમાર તે બાળકને અમદાવાદથી વેરાવળ આવતી ટ્રેનનાં ડબ્બા એસ-૪માંથી કબજો લઈ ગીર-સોમનાથ આરપીએફ મથકે લાવ્યા હતાં. નિશાંતની વધુ પૂછપરછ કરાતાં તે તા.૨૫મીની રાત્રે ૧૦ વાગ્યે અમદાવાદથી ઉપડતી સોમનાથ એક્સપ્રેસમાં બેસી ગયેલ હતો અને તેની પાસે તેનાં માતા-પિતાનો મોબાઈલ નંબર કે કંઈ હતું નહીં, આથી આરપીએફ તંત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તે બાળકનો મોબાઈલમાં ફોટો લઈ અમદાવાદ આરપીએફ તંત્રને મોકલ્યો અને જણાવેલ સરનામે તપાસ કરવા કહ્યું.
રેલવે વિભાગ સરનામાવાળા તે સ્થળે પહોંચી તેનું ઘર શોધી તેનાં માતા-પિતાને હકીકત જણાવી તો તેનાં માતા-પિતાએ જણાવ્યું કે, અમોએ અમારાં છોકરાંનું અપહરણ થયાની આશંકાએ અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ તે સલામત છે તે જાણી સૌ રાજી થયાં અને માતા-પિતા તથા સગાવ્હાલા તુરંત જ આરપીએફની ઓફિસે પહોંચ્યાં હતાં અને પુત્રને જોઈ ચોધાર આંસુએ રડી પડ્યા હતાં.
આરપીએફનાં કબજા દરમિયાન તમામ સ્ટાફે પોતાનાં ઘરનું જ સંતાન હોય તેમ કાળજી લઈ તેનું ખૂબજ ધ્યાન રાખ્યું હતું અને જીવનમાં ફરી આવું ક્યારેય ન કરવા સમજાવ્યો હતો. રેલવે વિભાગનાં આ પ્રશંસનીય કામની બાળકની માતા સુનિતા યાદવે ખૂબ જ પ્રશંસા કરી હતી, અંતે પોલીસે જરૂરી કાગળો કરી નિશાંતને માતા-પિતાને સુપ્રત કરી દીધો હતો.
રિપોર્ટર : મિનાક્ષી ભાસ્કર વૈધ

Related posts

વેરાવળમાં ૧૧ જુને સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાશે : કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપશે

aapnugujarat

ગીર – સોમનાથ જિલ્લામાં ૭૧મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ સંપન્ન

editor

અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી

editor

Leave a Comment

UA-96247877-1