Aapnu Gujarat
Uncategorized

ગીર – સોમનાથ જિલ્લામાં ૭૧મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ સંપન્ન

પ્રતિ વર્ષ વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ વન મહોત્સવના કાર્યક્રમની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. વર્તમાન વર્ષે પણ વન મહોત્સવની ઉજવણી ગીર – સોમનાથ જીલ્લામાં ભગવાન સોમનાથના સાંનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ભવન ખાતે કરવામાં આવી . આ તકે એ પણ યાદ કરવામાં આવ્યું કે, સૌ પ્રથમ આ વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તા.૩૦-૦૭-૧૯૫૦ના રોજ તે સમયના સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કનૈયાલાલ માણેકલાલ મુન્શીના વરદ હસ્તે સોમનાથ ટ્રસ્ટના દેહોત્સર્ગખાતે વૃક્ષા રોપણ કરી કરવામાં આવેલ હતી. આજે ૭૧માં વન મહોત્સવની ઉજવણી ભગવાન સોમનાથના સાંનિધ્યમાં કરવામાં આવેલ સોમનાથ ટ્રસ્ટના ટી.એફ.સી. ખાતેના હોલમાં પ્રવર્તમાન સંજોગોને આધિન સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય અતિથિ વિશેષ તરીકે વાસણભાઈ આહિર રાજ્ય કક્ષાના મંત્રી સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તથા પ્રવાસન વિભાગ. અધ્યક્ષ તરીકે ચેરમેન ગુજરાત રાજ્ય બીજ નિગમના રાજશીભાઈ જોટવા, વન સંરક્ષક વિજયસિંહ રાણા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, જીલ્લા કલેકટર અજય પ્રકાશ , નાયબ વન સંરક્ષક ડૉ. શોભિતા અગ્રવાલ, ગીર – સોમનાથ, પ્રમુખશ્રી જીલ્લા ભાજપ ઝવેરીભાઈ ઠકરાર, જીલ્લા વિકાસ અધિકારીધર્મેન્દ્ર રહેવર, જીલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોંધરા, મદદનીશ વન સંરક્ષક જુનાગઢ ઉષ્મા નાણાંવટી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રસંગોચીત ઉદબોધન વન સંરક્ષક વિજયસિંહ રાણા, રાજશીભાઈ જોટવા તથા મંત્રી વાસણભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રી વાસણભાઈ આહિર દ્વારા જૂના સંસ્મરણો વાગોળીને હાલની વર્તમાન પરિસ્થિતિ વિશેનો વિસ્તૃત ચિતાર આપી ગુજરાતના વિકાસ કામોની તુલનામાં કોઈ રાજ્ય ન આવી શકે તેમ કહી સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, અંબાજી મંદિર, શક્તિપીઠો, ગીરના સાવજ ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો વિગેરે ગુજરાતમાં જ છે જેવા ઉદાહરણો આપી અન્ય કોઈ રાજ્ય ગુજરાત સાથે ન આવી શકે અને દરેક ફરજ કર્મીઓને પણ આ તકે બિરદાવેલ હતા , ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા નિયત કરેલ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું જેમાં ખાસ કરીને શરૂ, ચંદન , પારસ પીપળો, રૂદ્રાક્ષ વિગેરે જેવા છોડનું વાવેતર કરવામાં આવેલ હતું .
૭૧માં વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા જીલ્લા કક્ષાએ ૨૦૦૦ જેટલા રોપાનું વાવેતર શ્રી સોમનાથ ટ્રસ્ટની અલગ – અલગ જગ્યાએ કરાવેલ હતું તથા સમગ્ર જીલ્લામાં કુલ ૪૦૦૦ રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું. વધુમાં કુપોષિત બાળકોને ઘર આંગણે તેમજ આંગણવાડીઓમાં સરગવા, આમળા જેવા ફળાવ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે આરોગ્ય રથ કે જેમાં ઔષધિયુક્ત રોપાનું વિતરણ કરાવવા માટે રાખી અને તે રથનું પ્રસ્થાન પણ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હાથે કરાવવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ વન વિભાગ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રીમાઈસીસમાં ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ખાતે ઉજવવામાં આવેલ હતો. કાર્યક્રમનું સફળ સંચાલન મદદનીશ વન સંરક્ષક જુનાગઢ ઉષ્મા નાણાંવટી દ્વારા કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પ્રભાસપાટણમાં જયા પાર્વતીનાં વ્રત દરમિયાન યુવતીઓ ભગવાને શિવને ભજવા લાગી

aapnugujarat

धोलेरा सर प्लोट में निवेश के घोटाले के मामले में करोड़ों की धोखाधड़ी में तीन एजेन्टों की शर्ती जमानत मंजूर

aapnugujarat

ગોંડલમાં જયરાજસિંહે પત્ની સાથે ભવ્ય રોડ-શો યોજ્યો, વિવાદના એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1