Aapnu Gujarat
Uncategorized

ગુજરાતમા બીજું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ રાજકોટમાં બનાવાનો નિર્ણય

વડોદરામાં નિર્માણ પામેલા ઇન્ટ્રીગેટેડ ટર્મિનલ બનાવ્યા બાદ ગુજરાતમાં વધુ એક ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમા નિર્માણ પામનાર છે ત્યારે આ એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે ૧૪૦૦ કરોડની બજેટમાં ફાળવણી કર્યા બાદ આ એરપોર્ટ માટેનું ૫૦૦ કરોડનું પ્રથમ ટેન્ડર ઇન્ટર બહાર પાડવામાં આવ્યું છે.ગુજરાતમા એક માત્ર એવું ઇટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં છે ત્યારે બીજું એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમા નિર્માણ પામનાર છે. આ એરપોર્ટને લઈ કેન્દ્ર સરકારે આ એરપોર્ટ માટે ૧૪૦૦ કરોડની ૨૦૧૭-૨૦૧૮ના બજેટમાં જોગવાઈ કરી છે.
આ માટે એરપોર્ટનું પ્રથમ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આ ટેન્ડરો ફેબ્રુઆરીના અંતમા ખોલવામાં આવશે.રાજકોટમા નિર્માણ પામનાર આ એરપોર્ટ માટે રાજકોટ અને સુરેન્દ્રનગરની હદમાં આવતી જમીન પર બની રહ્યું છે ત્યારે આ એરપોર્ટ માટે રાજકોટ જિલ્લાની તમામ કામગીરી પૂર્ણ કરી નાખવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાની કામગીરી પણ પ્રગતિમા છે હાલતો આ એરપોર્ટ માટે ૨૫-૨૫ મીટરના અંતરે થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જમીન સંપાદનની કામગીરી પણ ક્યાંક પૂર્ણ થઈ ચૂકી છે.
જોકે જ્યા એરપોર્ટ બની રહ્યું છે તેમાંથી થોડી જમીન ફોરેસ્ટ વિભાગની પણ આવે છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા ફોરેસ્ટને કચ્છમાં જમીન એલોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.એક તરફ રાજકોટના હીરાસર ખાતે નિર્માણ પામનાર એરપોર્ટના ટેન્ડર બહાર પાડવા આવી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની કામગીરી પણ પૂર્ણતા ના આરે છે. આ એરપોર્ટને લઈ દિલ્હી અને બોમ્બેથી ટેક્નિકલ ટિમો દ્વારા વિઝીટ શરૂ કરી દેવામાં આવી છે. સાથો સાથ ઉચ્ચકક્ષાની મીટીંગોનો દોર પણ શરૂ થયો છે. જોકે ૧૫ દિવસ પહેલા ગાંધીનગર મા પણ એક મિટિંગ મળી ચુકી છે અને તેમાં જમીન સંપાદન અને નાના મોટા પ્રશ્ન હલ કરવામાં આવ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરની શરૂઆત નું શહેર રાજકોટ છે ત્યારે આ શહેરનું રૂણ અદા કરવા માટે ગુજરાતમા બીજું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ રાજકોટમા બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

ભાજપ અનુ. જાતિ મોરચાનાં પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે

editor

વિસાવદરના પિયાવા ગામે માતાએ સંતાનો સાથે વખ ઘોળ્યું

aapnugujarat

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ

editor

Leave a Comment

UA-96247877-1