Aapnu Gujarat
Uncategorized

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ લાગી હતી સમગ્ર બનાવમાં પ્રથમ મકાનમાં સોટ સર્કિટ થી લાગેલ આગને પગલે બાજુ માં રહેલા 2 લાકડાના મકાનોને જપેટમાં લીધા હતા અને કુલ 3 મકાનની આગમાં ભસ્મીભૂત થયા હતા

વધુ મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે રહેતા મનુભાઈ નરોત્તમભાઈ વણકર બહાર ગામ ગયા હતા તે અરસામાં તેમના બંધ મકાનમાં એકા એક ભીષણ આગ સોટસર્કીટ થતાં લાગી હતી અને સમગ્ર બનાવને પગલે જોત જોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુના જેથુંબેન છોટાભાઈ વણકર તેમજ કપિલાબેન પરસોત્તમભાઈ વણકરના મકાનને ઝપેટમાં લઈ કુલ ત્રણ મકાનો આગની જપેટમાં આવ્યા હતા

જ્યારે ગામના સરપંચ દ્વારા ડભોઇ નગરપાલીકા ફાયર સ્ટેશન ફોન કરતાં ફાયર ટિમના દર્શનભાઈ બારોટ અને ટિમ ઘટના સ્થળે પહોચી યુધ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે સમગ્ર બનાવમાં આગ લાગતાં 3 મકાનોનો આશરે 2 લાખ ઉપરાંતનો ઘર વખરીનો સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. જો કે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.

Related posts

મનિષ સિસોદિયાએ ભાવનગરમાં સ્કૂલની લીધી મુલાકાત

aapnugujarat

मुझे गे रोल निभाने पर दोबारा सोचने को कहा गया था : आयुष्मान

aapnugujarat

તાઇવાન રોકાણકારોને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું ઇંજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1