Aapnu Gujarat
Uncategorized

મોજ શોખ માટે બાઈક ચોરવુ ૩ શખ્સોને પડ્યુ મોંધુ ધોરાજી પોલીસે ૩ શખ્સોને પકડી જેલની હવા ખવડાવી

થોડા દિવસ પહેલા ધોરાજીમાં એક મોટરસાયકલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે ધોરાજી પોલીસ આ ચોરને પકડવા માટે તપાસ કરી રહી હતી.જેને પગલે ધોરાજી માંથી 3 શખ્સોને પકડી પડેલ હતા સાથે ચોરી કરેલ 4 જેટલા મોટર સાયકલ પણ કબ્જે  કરવામાં આવ્યા છે.વધુ મળતી માહિતી અનુસાર ધોરાજી પોલીસને ખાનગી રાહે મળેલ માહિતીને આધારે ધોરાજીમાં માતાવાડી વિસ્તારમાં નરેશ બાવાજીભાઈ વાઘેલાના મકાનમાં 2 શખ્સો આવેલ છે અને તેની પાસે ચોરાઉ મોટરસાયકલ છે અને તે વેચવા જવા ના છે.જે માહિતીને આધારે ધોરાજી પોલીસે ત્યાં રેડ કરી આ શખ્સોની તપાસ કરી હતી અને તેની પાસે રહેલ મોટરસાયકલના પેપર માગતા તે તેની પાસે ન હતા

ધોરાજી પોલીસે આ મોટરસાયકલ કોના છે શું છે ની હક્કીત જાણવા માટે પોકેટ કોપની મદદ થી વિગતો મેળવતા આ મોટરસાયકલ રાજકોટથી ચોરાયેલ છે ની હકીકત જાણવા મળી હતી ને વધુ તપાસ કરતા 3 શખ્સોએ મોટરસાયકલ ચોરી હોવાની કબૂલાત કરી હતી

ધોરાજી પોલીસે મોટરસાયકલ ચોરીમાં ધોરાજીના માતાવાડીમાં રહેતા નરેશ બાવજીભાઈ વાઘેલા,ઉપલેટાના રહેવાસી રવિ રસિક સોલંકી જેતપુર દેરડી ધાર ઉપર રહેતા રવિ પુનાભાઈ સોલંકીને પકડી પડેલ છે સાથે 4 જેટલા હીરો સ્પેલન્ડર મોટરસાયકલ પણ પકડી પડેલ છે આ 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરીના કર્મીઓને કોરોના રસી અપાઈ

editor

देश में कोरोना ‘अनस्टोपेबल’: संक्रमितों की संख्या 60 लाख के पार

editor

રાજકોટનો આજી ૧ ડેમ ઓવરફ્લો, ડેમ પર જવા અંગે મનાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1