Aapnu Gujarat
Uncategorized

લીંબડી તાલુકા પંચાયત કચેરીના કર્મીઓને કોરોના રસી અપાઈ

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓએ આજે કોરોના વેક્સિનેશન કરાવ્યું હતું. રસીકરણમાં ભારત આત્મનિર્ભર બન્યું છે અને ભારતે રસીકરણમાં યુએસ યુકે ને પાછળ છોડ્યું છે. મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આત્મનિર્ભર ભારત નું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષથી તેની આઝાદીનો ૭૫ વર્ષનો ઉજવણી અમૃત મહોત્સવ શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે આપણાં મહાન લોકો સાથે સંકળાયેલ સ્થાનિક સ્થાનોનું અન્વેષણ કરવાનો શ્રેષ્ઠ સમય છે, કોરોના વિરુદ્ધ ભારતની લડત એક ઉદાહરણ બની છે તેવી જ રીતે હવે આપણો રસીકરણ કાર્યક્રમ પણ દુનિયામાં એક મિસાલ બની રહ્યો છે. આજે ભારત દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સિન પ્રોગ્રામ ચલાવી રહ્યો છે તે અંતર્ગત લીંબડી તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર કોવિડ વેક્સિન રસી લેવામાં આવી છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેકસિનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે આજે લીંબડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પારસકુમાર ચૌહાણે પણ કોરોના વેકસિન લીધી હતી ત્યારે કહેવામાં આવે તો સમગ્ર ભાસમાં કોરોનાનો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભારતમાં સરકાર દ્વારા કોવિડ ૧૯ની વેકસિન ગુજરાતની દરેક હોસ્પિટલમાં પહોંચી ગઈ છે અને લોકોને વેકસિન અપાઈ રહી છે ત્યારે આજે લીંબડી આર.આર. હોસ્પિટલ ખાતે સરકારી કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે તાલુકા પંચાયત લેવલે થી પ્રથમ ડોઝ લીંબડી તાલુકા વિકાસ અધિકારી પારસકુમાર ચૌહાણ અને આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી હિમંતભાઈ ભુવાત્રા એ કોરોના વેકસિનનો ડોઝ લીધેલ ત્યારબાદ તાલુકા પંચાયત સ્ટાફે પણ આ કોરોના વેકસિન લીધી હતી.

(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

७०० करोड़ के खर्च पर ओखा से बेट पुल का निर्माण होगा

aapnugujarat

બોટાદ ખાતે નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

editor

સંયુકત રાષ્ટ્રે ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધ લગાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1