Aapnu Gujarat
ગુજરાત

કાસકી વાગાના લોકો ગંદકીથી ત્રાહિમામ

ડભોઇ દયારામ સ્કૂલની પાછળ આવેલ વોર્ડ નંબર ૮ કાસકી વાગામાં કેટલાક સમયથી પીવાના પાણીનો કાળો કકળાટ વર્તાઈ રહ્યો છે તેમજ ઘણાં સમયથી ગટર લાઈનની સમસ્યા અનહદ વકરતા સ્થાનિકો દ્વારા આ બધી સમસ્યાઓને લઈને ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરની કચેરીએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર સાથે પોતાની વ્યથા વ્યથિત કરી હતી. ગટરનું ગંદુ પાણી અને ગંદકીથી રોગાચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોની તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોએ નગરપાલિકા કચેરીએ સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કાર અને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ ઉચ્ચાર્યું છે.

(તસવીર – અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

સાબરકાંઠામાં નદી નાળામાં પાણી આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી

aapnugujarat

अहमदाबाद में पिछले पांच वर्ष में टीबी से २०६८ लोगों की मौत

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણી સહિત બધાં સભ્યનાં હોદ્દા-ગુપ્તતાનાં શપથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1