Aapnu Gujarat
Uncategorized

બોટાદ ખાતે નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજયમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઇ મુજબ નવા એન.એસ.એફ.એ. રેશનકાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજરોજ ૨.૦૦ થી ૩.૩૦ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતેથી આયોજીત ઓનલાઇન કાર્યક્રમ અંતર્ગત બોટાદ સાંદિપની સ્કુલ ખાતે જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજય સરકારે છેવાડાના લોકોની તમામ ચિંતા કરી છે. તેમણે કોરોના મહામારીના એપ્રિલ-૨૦૨૦ થી જુન-૨૦૨૦ એમ ત્રણ માસ દરમિયાન બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩(એન.એસ.એફ.એ.) હેઠળ કાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને મીઠાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.“તેમણે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અન્વયે હાલમાં નિયત ધોરણે વિતરણ કરવામાં આવતા અન્ના જથ્થા ઉપરાંત અંત્યોદય તેમજ બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને દરમાસે એક કિલોગ્રામ ખાંડ અને એક કિલોગ્રામ લેખે મીઠાનું વિતરણ કરવામાં આવે છે, તેમ વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી ડો. ટી.ડી. માણીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે સંવેદનશીલ રાજય સરકારનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુને વધુ આવરી લેવાનો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે રોજગારની તલાશમાં ગુજરાતમાં વસવાટ કરતા એન.એસ.એફ.એ. રેશનકાર્ડ ધરાવતા પરપ્રાંતિય નાગરિકો બોટાદ જિલ્લાની ૧૮૩ વ્યાજબી ભાવની દુકાનો પૈકી પસંદગીની કોઇપણ દુકાનેથી અન્નનો પુરવઠો મેળવી શકશે. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પદમિનીબેને પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના ઠરાવ અનુસાર અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર થતા સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલા દિવ્યાંગ લાભાર્થીઓ, વૃધ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, ગંગાસ્વરૂપ બહેનો તેમજ બાંધકામ શ્રમયોગી લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં ઓકટોબર-૨થી ડિસેમ્બર-૨૦ સુધી ૫૧૨૩ કુટુંબોનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ બોટાદ જિલ્લામાં અંત્યોદય / અગ્રતા ધરાવતા રેશનકાર્ડધારકોને એપ્રિલ-૨૦ થી નવે-૨૦ એમ સતત આઠ માસ સુધી વ્યક્તિદીઠ ૩.૫ કિ.ગ્રામ ઘઉં તથા ૧.૫ કિ.ગ્રામ મળી કુલ ૫ કિ.ગ્રામ અનાજ તથા પ્રતિ કુટુંબ ૧ કિલોગ્રામ ચણાનું વિતરણ કરવામાં આવેલ હોવાનું વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય તથા લાભાર્થીઓનું અભિવાદન અને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું જયારે કોવિડ-૧૯ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, રાજય સરકાર દ્વારા કરાયેલ કામગરી તેમજ ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કિસાન સૂર્યોદય યોજના અંગેની ફિલ્મ ઉપરાંત કેશોદ ખાતેથી મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇ કાર્યક્રમનું લાઇવ નિદર્શન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના પ્રારંભે મામલતદારશ્રી મલેક એ સ્વાગતવિધી કરી હતી. આ પ્રસંગે અગ્રણીશ્રી ચંદુભાઇ સાવલીયા, પદાધિકારીઓ- અધિકારીશ્રીઓ, એન.એફ.એસ.એ રેશનકાર્ડ લાભાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં.
(અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)

Related posts

કાંકરેજ તાલુકાના અરણીવાડા અટુબીયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન

editor

शादी के चार दिन बाद लुटेरी दुल्हन आखिर में गिरफ्तार

aapnugujarat

રાજકોટ બાદ જામનગરમાં કોંગીનો આંતરિક વિખવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1