Aapnu Gujarat
Uncategorized

મનિષ સિસોદિયાએ ભાવનગરમાં સ્કૂલની લીધી મુલાકાત

પંજાબમાં જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ભાજપની સરકાર છે અને આપ ખુદને નવા વિકલ્પ તરીકે જોઇ રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં સ્કૂલોની મુલાકાત લીધી હતી.

મનિષ સિસોદિયા ભાવનગરમાં સ્કૂલના પ્રવાસે પહોચ્યા હતા. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં બનેલી સ્કૂલમાં સ્માર્ટ બોર્ડને જોયા બાદ મનિષ સિસોદિયાએ કહ્યુ કે આ એક રીતની મજાક છે. મનિષ સિસોદિયાએ કહ્યુ, હું આજે શિક્ષણ મંત્રીના ચૂંટણી વિસ્તાર ભાવનગર આવ્યો છું, અહીની સ્કૂલોની દીવાર તૂટેલી છે. મારા આવ્યા પહેલા સ્કૂલોના જાળા અને બાકી સાફ સફાઇ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે ના થઇ શકી.

મનિષ સિસોદિયાએ કહ્યુ કે, શિક્ષણ મંત્રીના વિસ્તારની સ્કૂલમાં જ મિડ ડે મિલ બની રહી છે. ક્લાસીસ પણ ખુલ્લામાં ચાલી રહ્યા છે. બાળકો પાસે બેસવા માટે કોઇ ફર્શ નથી. ચાર સ્માર્ટ બોર્ડ લટકાવીને તે કહી રહ્યા છે કે અમારી શિક્ષણ વ્યવસ્થા આવી થઇ ગઇ છે. આ એક રીતની મજાક છે.

Related posts

શહેરા તાલુકા લાભી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે માતૃ-પિતા પૂજન દિવસ ઉજવાયો

editor

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સભા સરઘસબંધી

editor

લીંબડી-અમદાવાદ હાઇવેથી કચ્છ જતો રૂ.૩૬ લાખના દારૂ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1