Aapnu Gujarat
Uncategorized

શહેરા તાલુકા લાભી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે માતૃ-પિતા પૂજન દિવસ ઉજવાયો

જીવનમાં માતા પિતાનું ખુબ જ મહત્વ હોય છે.માતા પિતામાં જ સમગ્ર વિશ્વ સમાયેલુ છે..માં બાપ જ આપણો પૂરો સંસાર હોય છે…ત્યારે શહેરા તાલુકાના લાભી ગામે આવેલી મુખ્ય પ્રાથમીક શાળા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા શાળાના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનુંપૂજન કરી પગે લાગી આર્શિવાદ મેળવ્યા હતા.

અને જીવનમા માતા-પિતાનુ શુ સ્થાન છે.તે જણાવામા આવ્યુ  હતુ.શહેરા તાલુકાની લાભી પ્રાથમિક શાળા દ્વારા એક ધાર્મિક સંસ્થા દ્વારા માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતાપિતાઓ હાજર રહ્યા હતા.અને સંસ્થાના આગેવાનો દ્વારા માતૃપિતૃ પૂજન કરવામા આવ્યુ હતુ.જીવનમાં માતાપિતાનુ શુ સ્થાન હોય છે.તે દ્રષ્ટાંતનું ઉદાહરણ આપીને સમજાવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા વાલીઓ તેમજ આચાર્ય,શિક્ષક પરિવાર હાજર રહ્યા હતા.

Related posts

બોટાદ પાસે જાનૈયાઓની ટ્રક ખાબકતાં ૩૨નાં મોત

aapnugujarat

બીઆરટીએસના મુસાફરો માટે પાસ યોજના શરૂ કરાશે

editor

बारिश से टंकारा, कोडिनार, बनासकांठा सहित के क्षेत्रों में भारी नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1