Aapnu Gujarat
Uncategorized

બીઆરટીએસના મુસાફરો માટે પાસ યોજના શરૂ કરાશે

બીઆરટીએસમાંં માસિક-ત્રિમાસિક પાસ યોજનામાં સામાન્ય મુસાફરોને રૂપિયા ૭૫૦માં માસિક પાસ મળી રહેશે. જયારે સામાન્ય મુસાફરો માટે ત્રિમાસિક પાસની કિંમત રૂપિયા ૨૦૦૦ રહેશે. આ ઉપરાંત, ૬૫થી ૭૫વર્ષના વૃદ્ધો માટે પાસમાં ૪૦ ટકાનું ડિસ્કાઉન્ટ રહેશે. ૭૫ વર્ષથી વધુના સિનિયર સિટઝનને નિઃશુલ્ક પાસ આપવામાં આવશે. નેશનલ લેવલે રમનાર ખેલાડી માટે નિઃશુલ્ક પાસ રહેશે. આ પાસ કઢાવી મુસાફર મ્ઇ્‌જીની અનલિમિટેડ મુસાફરી કરી શકશે. શહેરના ૬ મ્ઇ્‌જીના સ્ટેશન પર પાસ કઢાવામાં આવશે. હાલ તો આ માસિક પાસની જાહેરાતથી શહેરના લાખો મુસાફરોને ફાયદો મળી રહેશે.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસના મુસાફરો માટે માસિક ત્રિમાસિક પાસ યોજના શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી જનમિત્ર કાર્ડ આપવામાં આવતા હતા. જેમાં બેલેન્સ કરાવી મુસાફરો મુસાફરી કરતા હતા. જાેકે હવે છસ્‌જીની જેમ બીઆરટીએસમાં પણ માસિક ત્રિમાસિક પાસ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તેમજ નિશ્ચિત રકમ ભરવાથી એક મહિના અને ત્રણ મહિના સુધી મુસાફર અનલિમિટેડ મુસાફરી કરી શકશે.પાસ કઢાવવા માટેની સુવિધા એમ.જે. લાઇબ્રેરી, સોનીની ચાલી, મણીનગર રેલ્વે સ્ટેશન, ઝાંસીની રાણી, બોપલ અને એપ્રોચના મ્ઇ્‌જી સ્ટેશન ખાતે મળી રહેશે.

Related posts

અમદાવાદમાં કોરોના કહેર,ખાનગી હોસ્પિટલના બેડ દર્દીઓથી ભરાયા

editor

જસદણની પેટા ચૂંટણી ૨૦ ડિસેમ્બરે યોજવાનો નિર્ણય

aapnugujarat

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો આજે માદરે વતન પહોંચ્યા

editor

Leave a Comment

UA-96247877-1