Aapnu Gujarat
ગુજરાત

મુળીનાં ખાખરાળા ખાતે કાર્બોસેલની ખનિજ ચોરી રોકવા માંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં ખાખરાળા ગામે ગૌચરની જમીનમાં અને સરકારી ખરાબાની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં કોલસો ખનિજ ધરબાયેલ છે ત્યારે ખનિજ માફીયા નો ડોળો આ જમીન ઉપર પડેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી ખનન વહન બેરોકટોક ચાલી રહ્યું છે ત્યારે ખાખરાળા સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કલેકટર ને કરવામાં આવી છે અને મુખ્યમંત્રી શ્રી ને નકલ રવાના કરી આ ખનિજ ચોરી બંધ કરાવવા રીતસર સરપંચ દ્વારા તંત્ર પાસે ધા નાખવામાં આવી છે ખાખરાળા ગામે આ ગૌચર માં થતા ખોદકામ અટકાવવા માટે ગ્રામજનોએ ગૌચર જમીન ઉપર ૫૧ દિવસનું ઉપવાસ આંદોલન કરેલ હતું તેમ છતાં તંત્ર આ ખોદકામ અટકાવવા માટે નાકામિયાબ સાબિત થયું હતું હવે આ ખોદકામ બંધ કરાવવા ખુદ સરપંચ ભુપતભાઇ મેદાનમાં આવેલ છે જેઓ એ ગ્રામસભા માં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ઠરાવબુકમા પણ લેવામાં આવેલ હતો ખાણ ખનીજ વિભાગ માં પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પરીણામ શૂન્ય છે મુળી તાલુકાનાં ગામોમાં અઢળક ખનિજ સંપદા થી ભરેલ છે અને વર્ષોથી ગેરકાનૂની ખનન વહન બેરોકટોક ધમધમી રહ્યા છે મુળી તાલુકાનાં ગામોમાં થી રેતી,લાઈમસ્ટોન,સફેદમાટી,કાર્બોસેલ,ફાયરકલે,વોસરેતી,કાચો કોલસો મળી આવે છે જેમાં અનેક ગામોમાં જેવા કે રાણીપાટ,દાધોળીયા,સરા, આંબરડી,કરશનગઢ,મહાદેવગઢ,વેલાળા,વડધ્રા,રાસીગપર,ખંપાળીયા,ગઢડા, કુંતલ પુર,કળમાદ,સરલા, દુધઈ,વગડીયા,ઉમરડા,ધોળીયા,માનપર,પલાસા,ખાખરાળા,સોમાસર,મુળી,શેખપર,ગોદાવરી,કુકડા,જેવા ગામોમાં આજે પણ ગેરકાયદે ખનન વહન બેરોકટોક ધમધમી રહ્યા છે આ ખોદકામ માં રાજકીય આગેવાનો, સરપંચ, તલાટી, મામલતદાર, પોલીસ,ખાણ ખનીજ વિભાગ ની રહેમ નજર અને ભાગીદારી માં ચાલે છે અને હપ્તા સિસ્ટમ ની આખી ચેનલ છે જે ગામડાં થી ગાંધીનગર સુધી ફેલાયેલી છે માટે કોઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી સરપંચ દ્વારા જણાવાયું હતું કે જો આ ખનન અટકાવવા માં નહીં આવે તો આગામી સમયમાં મોટું આંદોલન ચલાવી ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી ખાતે ગામજનો ઉપવાસ આંદોલન શરૂ કરશે

Related posts

કાશ્મીરના ટેલેન્ટ શોમાં અમદાવાદના દિવ્યાંગ બાળકો સૌ પ્રથમવાર પ્રતિભા બતાવશે

aapnugujarat

Once again Dengue hits Gujarat

aapnugujarat

तटीय इलोकों में एंबुलेंस सेवा में बढ़ोत्तरी होगी : राज्य सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1