Aapnu Gujarat
ગુજરાત

બોટાદ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બેઠક

ઉમેશ ગોરાહવા, બોટાદ

    બોટાદ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, બોટાદ ખાતે સબંધિત અધિકારી ઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
 આ બેઠકમાં અધ્યક્ષ એ દરેક વિભાગની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરી માહિતી મેળવી હતી. જિલ્લામાં કોરોના-19 અંગે તથા વેક્સીનેશન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી અને વેકસિનેશન પર ભાર મુકતા જણાવ્યું હતું કે, જે કોઈ વેકિસનેશનમાં બાકી હોય તેઓને વેકીસેનેશનમાં આવરી લેવા તથા વિધવા સહાયનો લાભ લાભાર્થીને સરળતાથી મળી રહે  તે જોવા જણાવ્યું હતું. આ ઉપરાંત રોડ  - રસ્તાઓના કામો પર વિશેષ ભાર મુકતા જણાવ્યું હતું કે  જિલ્લા કક્ષાએ થતાં રસ્તાઓનું કામ સંપૂર્ણપણે ગુણવત્તા યુક્ત  બને તે માટે સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી.  વિકાસને લગતા દરેક કામોની વિગત મેળવી વિકાસના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લામાં ચાલી રહેલ વહીવટીતંત્રની તેમજ પોલીસ વિભાગની કામગીરીને  મંત્રી એ બિરદાવી હતી આ ઉપરાંત બીજી અનેક યોજનાનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે વધુમાં  જણાવ્યું હતું.
   આ બેઠકમાં જિલ્લા કલેકટર એ જુદાં જુદાં વિભાગની કામગીરીની વિગતોથી અધ્યક્ષશ ને વાકેફ કર્યા હતા. જવાહર નવોદય વિદ્યાલય, મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી જેવા વિકાસ માટેના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી  તેમજ  સંબંધિત  અધિકારી ને બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક એ જિલ્લામાં થતાં ગુન્હાઓને અટકાવવા  માટે ચાલી રહેલાં જુદાં-જુદાં અભિયાનો  તથા પોલીસ વિભાગ દ્વારા થતી કામગીરીની વિગતથી માહિતગાર કર્યા હતા.
  આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણસિંઘ સાદું, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના પદાધિકારી ઓ તથા નિવાસી અધિક કલેકટર નાયબ કલેકટર-૧, પ્રાંત અધિકારી તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી ઓ, ચીફ ઓફિસર સહિતના  જિલ્લાના ઉચ્ચ વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

તારાપુર – ઉમરવા રોડ પરથી નવજાત બાળકી મળી આવી

aapnugujarat

गुजरात के बाढ़ग्रस्त क्षेत्रों में राहत कार्य युद्ध के स्तर पर जारी

aapnugujarat

શહેરા તાલુકાની ભાણાસીમલ પ્રાથમિક શાળામાં માસ્કનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1