Aapnu Gujarat
Uncategorized

ગોધરા શહેરના બી.એન.ચેમ્બર્સમા આવેલી દુકાનમાંથી થઈ ચોરી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મધ્યમાં આવેલા એક બી.એન. ચેમ્બર્સ નામના શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલી ત્રણ દુકાનોના તાળા ગુરુવારની રાત્રીએ તૂટ્યા હતા.જેમાં તસ્કરો એક દુકાનનુ શટર તોડીને પાંચ જેટલા એલ.ઈ.ડી ટીવીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લગાવામા આવેલા સીસીટીવીમા કેદ થઈ છે. દુકાન સિવાય અન્ય બે દુકાનોમાં પણ ચોરી થઈ છે. આ મામલે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકમા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે.ગોધરા શહેરમાં એસટી બસ સ્ટેશન પાસે બી.એન. ચેમ્બર્સ નામનુ શોપિંગ કોમ્પલેક્ષ આવેલુ છે.આ કોમ્પેલક્ષમા ઓફીસો,તેમજ મોબાઈલ,ઈલેકટ્રોનિક સામાન વેચવાની દુકાનો આવેલી છે. બી.એન.ચેમ્બર્સમા આવેલી ફોનવાલે ઈલેકટ્રોનિક  નામની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી.જેમા તસ્કરોએ દુકાનના શટરને તોડીને અંદર પ્રવેશીને દુકાનમાં રહેલા વિવિધ કંપનીના સાત જેટલા એલ.ઈ.ડીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.જેમાં એક તસ્કર શુટ પહેરલો નજરે પડી રહ્યો છે.તે દુકાનમાથી બહાર નીકળે છે. અને અન્ય રહેલો એક ટાલવાળો ઈસમ ચોરી કરેલા એલઈડી ટીવી બહાર અન્ય તસ્કરને આપી દે છે. બનાવની જાણ થતા દુકાનના માલિક તથા સ્ટાફ પણ બનાવ સ્થળે આવી પહોચ્યો હતો. આ સિવાય આઈ.ઓ.સી મોબાઈલ તેમજ અશોક સ્ટીલ ટ્રેડસ નામની દુકાનમાંથી પણ ચોરી થઈ હતી. આ મામલે દુકાનદાર દ્વારા ગોધરા શહેર એ ડીવીઝન પોલીસમથકે ફરિયાદ નોધાવામા આવતા પોલીસ  દ્વારા તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Related posts

ગોંડલ નજીક મગફળીના ગોડાઉનમાં આગ

aapnugujarat

वापी में होटल के पांचवीं मंजिल से व्यापारी ने मौत की छलांग लगाई

aapnugujarat

જાહેરાત-ન્યૂઝ આપવા બાબત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1