Aapnu Gujarat
Uncategorized

ગોંડલ નજીક મગફળીના ગોડાઉનમાં આગ

મગફળીના ગોડાઉનમાં ફરી એકવાર આગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. થોડાક સમય પહેલા જ આગની ઘટનાને લઇને ભારે હોબાળો થયો હતો. હવે ફરી એકવાર આગની ઘટનાનો મામલો સપાટી ઉપર આવ્યો છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસેના આવેલા શ્રીયા પીનટ્‌સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ગોડલમાં લાગેલી આગમાં આશરે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીયા પીનટ્‌સમાં લાગેલી આગમાં મોટી સંખ્યામાં નૂકશાન થયાના અહેવાલ મળી રહ્યા છે.
આગ લાગવાને કારણે આશકે ૧૦૦૦ ટન જેટલી મફળી બળીને ખાખ થઇ ગઇ છે. અંદાજા પ્રામાણે આશરે ૪ કરોડ રૂપિયાની મગફળી તથા આશરે ૧ કરોડ રૂપિયાની મશીનરી પણ આગમાં બળીને ભસ્મીભૂત થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફાયરનો સ્ટાફ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત કરી રહ્યો છે. આગની જાણ થતા ગોડલ ફાયર ફાઇટરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ઘારણ કરતા પોલીસ અને મામલત સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને કારણે બાજુમાં રહેલા ઓઇલ મીલની મશીનરી પણ બળીને ખાખ થઇ હતી. આગ કાબૂમાં ન આવતા જેતપુરથી પણ ફાયરની ટીમ બોલાવામાં આવી હતી.

Related posts

રાજનીતિમાં આગળ વધો તો કોઇ સમુદાયનો ભાવ પૂછશે : ખોડલધામ ચેરમેન નરેશ પટેલ

aapnugujarat

લતીપુર ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે રાત્રી મુકામ કાર્યક્રમ જામનગર જિલ્લાના કલેકટરશ્રી આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન

aapnugujarat

શૌચાલય જવા બાબતે જૂથ અથડામણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1