Aapnu Gujarat
ગુજરાત

HSRP લગાવવાની મુદત ૩૧જાન્યુઆરી સુધી વધી

વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની છેલ્લી તારીખ તા.૩૧-૧૨-૨૦૧૮ હતી પરંતુ હજુ સુધી નાગરિકો દ્વારા એચએસારપી નંબર પ્લેટ લગાવવામાં ઉદાસીનતા દાખવાઇ રહી છે અને હજુ પણ લાખો વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કામ બાકી હોવાના કારણે આજે રાજય સરકાર તરફથી વધુ એક વાર એચએસઆરપી લગાવવાની મુદત લંબાવવવામાં આવી છે અને નવી મુદત તા.૩૧મી જાન્યુઆરી કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, હવે તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી દેવા તંત્ર દ્વારા નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે, નાગરિકો અને વાહનચાલકોની ગંભીર ઉદાસીનતા અને નિષ્ક્રિયતાના કારણે આરટીઓ તંત્ર પણ લાચારી અને મૂંઝવણ અનુભવી રહ્યું છે તે પણ એટલી જ વાસ્તવિકતા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વાહનોમાં જૂની નંબર પ્લેટ્‌સ બદલીને એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કવાયત કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (સીઓટી) અને એચએસઆરપી દ્વારા ચલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં સમયાંતરે એ માટેની અંતિમ તારીખ પણ અનેકવાર લંબાવવામાં આવી છતાં લોકોમાં ઉદાસીનતાના કારણે મોટી સંખ્યામાં જૂની નંબર પ્લેટ્‌સ ધરાવતા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લાગી શકી નથી. તાજેતરમાં જ સરકાર અને આરટીઓ તંત્ર દ્વારા એક હકારાત્મક નિર્ણયના ભાગરૂપે આરટીઓને સહાયક બનવાના હેતુથી વિવિધ સોસાયટીઓમાં જઈને તથા શાળા- કોલેજોમાં જઈને વાહનોની જૂની નંબર પ્લેટ્‌સ બદલી એચએસઆરપી નંબર પ્લેટ્‌સ લગાવવાની ઓફર પણ કરેલી છે. પરંતુ આમ છતાં સોસાયટીઓ દ્વારા ઘરઆંગણે આવી સુવિધા મળતી હોવા છતાં સક્રિયતા દાખવવામાં આવી નથી અને મોટી સંખ્યામાં હજુ વાહનોમાં જૂની નંબર પ્લેટ્‌સ બદલાઈ નથી. નગરજનો ખાસ કરીને વાહનચાલકો દ્વારા દાખવાઇ રહેલી ઉદાસીનતાના કારણે એચએસઆરપી લગાવવાની સમગ્ર કામગીરી વિલંબિત થઇ રહી છે. નોંધનીય વાત એ છે કે, એચએસઆરપી લગાવવામાં અમદાવાદીઓ સુરત, રાજકોટ જેવા શહેરો કરતાં પાછળ ચાલી રહ્યા છે. અન્ય શહેરોના નાગરિકો આ મામલે વધુ જાગૃત હોવાનું સામે આવ્યું છે.
એચએસઆરપી નંબર પ્લેટ બદલાવી લેવા માટેની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ હતી પરંતુ હજુ સુધી એચએસઆરપી લગાવવાનું કામ પૂર્ણ થયુ નહી હોવાથી નાગરિકો અને વાહનચાલકોને વધુ એક તક આપવાના ભાગરૂપે રાજય સરકાર દ્વારા ફરી એકવાર એચએસઆરપી લગાવવાની મુદત લંબાવવવામાં આવી છે અને નવી મુદત તા.૩૧મી જાન્યુઆરી કરાઇ છે. એટલું જ નહી, તંત્રએ શકય એટલી ઝડપથી વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી દેવા નાગરિકોને જાહેર અનુરોધ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા એચએસઆરપી લગાવવાની મુદતમાં આ સાતમી વખત વધારો કર્યો છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ગુજરાત સરકાર લવ જેહાદને નાથવા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ કરશે

editor

गुजरात में चुनाव प्रचार शुरु, कांग्रेस के नारे से उड़ी भाजपा प्रत्‍याशियों की नींद

editor

ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1