Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે

ભારતીય હવામાન વિભાગે મંગળવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ મધ્ય ભારતમાં ગુજરાત સહિત આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની સંભાવના છે. બદલતા હવામાનની અસરોની સાથે ગુજરાત અને ભારત માટે શિયાળો તથા ગરમી ખાસ કરીને વિક્ષેપિત થયા હતા. IMDના જણાવ્યા મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેમના લાંબા ગાળાના સરેરાશ વરસાદના 45થી 55 ટકા વરસાદ પડશે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ ચોમાસા દરમિયાન સામાન્ય અથવા સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે.

સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના
એક્સપર્ટ્સનું કહેવું છે કે, મુશ્કેલી ભર્યા વર્ષમાં પહેલેથી જ દુર્લભ વિસ્તારોની ભૂગર્ભજળ પર નિર્ભરતા વધશે. 1 માર્ચથી રાજ્યમાં 0.3 એમએમની સરખામણીમાં 14.2 એમએમ વરસાદ નોંધાયો છે. જે એક દાયકામાં આ સમયગાળમાં સૌથી વધુ વરસાદ છે. બીજી તરફ, રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકસાન થયું છે. ભારતના અનેક વિસ્તારોમાં અને તેની નજીકના પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાંક ભાગોમાં સામાન્યથી સામાન્ય કરતા વધારે વરસાદ સૂચવે છે. IMDની આગાહી જણાવે છે કે, ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારો અને પશ્ચિમ મધ્ય ભારતના વિસ્તારો તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાંક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.

હળવા વરસાદી ઝાપટાં પડ્યાં
સમગ્ર ગુજરાતમાં તાપમાન પણ ઉંચુ રહ્યું હતું. મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સમાન્ય કરતા 1.7 ડિગ્રી વધારે હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધારે હતું. IMDની આગાહી છે કે, આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. બીજી તરફ, ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ફરીથી વરસાદ પડે એવી સંભાવના છે.

બીજી તરફ, મંગળવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, અમદાવાદમાં બે દિવસ હિટવેવ જોવા મળી શકે છે. એટલે કે 14 અને 15 એપ્રિલે અમદાવાદ શહેરમાં માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે અંગ દઝાડતી ગરમી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું અને મંગળવારે પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. એટલું જ નહીં, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. આગામી દિવસો ગરમ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Related posts

કરોડોનું ફુલેકું ફેરવનાર અભય ગાંધીને ચેક રિટર્ન કેસમાં સજા થઇ

aapnugujarat

અમરગઢ ખાતે ખેડૂતોની ઉત્પાદક પેઢી અમરકૃષિ કાર્યાલય ઉદ્દઘાટન

editor

सूरत में महिला की हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1