Aapnu Gujarat
બિઝનેસ

LICએ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં વધુ શેર ખરીદ્યા

અદાણી ગ્રૂપમાં એલઆઈસીના રોકાણ અંગે વારંવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ તેનાથી એલઆઈસીને કોઈ ફરક પડ્યો નથી. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી પર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે છતાં સરકારી માલિકીની વીમા કંપની LICએ ગૌતમ અદાણી (Gauta Adani)ની કેટલીક કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે. તેમાં પણ અદાણી એન્ટરપ્રાઈઝિસ મુખ્ય છે.

છેલ્લા એક ક્વાર્ટરમાં નિફ્ટી સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝિસની માર્કેટ વેલ્યૂ અડધી થઈ ગઈ છે છતાં LICએ આ ગાળામાં આ કંપનીના 3.57 લાખ શેર ખરીદ્યા છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises)માં એલઆઈસીનો હિસ્સો 4.23 ટકા હતો જે માર્ચ ક્વાર્ટરમાં વધીને 4.26 ટકા થયો હતો.

આ ઉપરાંત LICએ અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં પણ પોતાનો હિસ્સો વધાર્યો છે. બીજી તરફ અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટમાં એલઆઈસીએ હિસ્સો ઘટાડ્યો છે. આ ટ્રાન્ઝેક્શન હિન્ડનબર્ગ રિપોર્ટ પછી કરવામાં આવ્યું હતું કે પહેલાં તે જાણી શકાયું નથી.

અદાણી ગ્રૂપની કંપનીઓમાં એલઆઈસીનું રોકાણ જાન્યુઆરી 2023ના અંતમાં 30,127 કરોડનું હતું. આ હવે એક રાજકીય મુદ્દો બની ગયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી જૂથના શેરોમાં એલઆઈસીના રોકાણ વિશે વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે અદાણી ગ્રૂપને બચાવવા માટે એસબીઆઈ અને એલઆઈસીને અદાણીમાં ઈન્વેસ્ટ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
એલઆઈસીએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે તે લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે રોકાણ કરે છે. આ ઉપરાંત તેની કુલ એસેટ અંડર મેનેજમેન્ટમાંથી અદાણી ગ્રૂપમાં કુલ એક્સપોઝર એક ટકા કરતા ઓછું છે. આ દરમિયાન નાના રોકાણકારોએ અદાણી જૂથના શેરોમાં ભારે ખરીદી કરી છે. અદાણી એન્ટરપ્રાઈઝિસમાં રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ 1.86 ટકાથી વધીને 3.41 ટકા થયું છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ્સે આ કંપનીમાં હિસ્સો 1.19 ટકાથી ઘટાડીને 0.87 ટકા કર્યો હતો.

અદાણી જૂથ તેનો એફપીઓ લાવવાની હતી તેનાથી થોડા જ સમય અગાઉ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. આ મુદ્દે વિવાદ થવાના કારણે અદાણીએ એફપીઓ રદ કરવાની ફરજ પડી હતી. તેના પગલે અદાણીએ જીક્યુજી પાર્ટનર્સ સાથે ડીલ કરી હતી અને તેમાં 15,000 કરોડ એકઠા કર્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ એ એવી ચાર કંપની પૈકી એક છે જેમાં તેના પ્રમોટર્સે હિસ્સો ઘટાડ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસમાં જીક્યુજી પાર્ટનર્સે 1410 રૂપિયા પ્રતિ શેરના ભાવે 5460 કરોડનું રોકાણ કર્યું છે.

Related posts

સેન્સેક્સ ૭૦૦ અંક ઉછળ્યો

editor

GST collections reached 1 lac crore in May 2019

aapnugujarat

ગૌતમ અદાણીની સંપત્તિમાં ઉછાળો

editor

Leave a Comment

UA-96247877-1