Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ ૭૦૦ અંક ઉછળ્યો

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી ૧૦,૧૦૦ ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે ૩૪૨૦૮.૦૫ પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ ૧૦,૧૧૧.૨૦ સુધી પહોંચ્યો તો સેન્સેક્સ ૩૪,૨૭૬.૦૧ સુધી પહોંચ્યો હતો.સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૧.૦૫ ટકા વધીને ૧૨,૬૭૩.૦૪ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૧.૪૮ ટકાની મજબૂતીની સાથે ૧૨,૧૧૦.૭૨ પર બંધ થયા છે.અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૭૦૦ અંક એટલે કે ૨.૦૯ ટકાની મજબૂતીની સાથે ૩૪૨૦૮.૦૫ ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૨૧૦.૫૫ અંક એટલે કે ૨.૧૩ ટકાની વધારાની સાથે ૧૦૦૯૧.૭૦ ના સ્તર પર બંધ થયા છે.આજે બેન્કિંગ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, આઈટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, ઑટો અને મેટલ શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૩.૭૪ ટકાના વધારાની સાથે ૨૦,૯૫૬.૩૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્માના શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, વેદાંતા અને કોટક મહિન્દ્રા બેન્ક ૪.૫૧-૮.૨૨ ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, એચયુએલ, ભારતી એરટેલ, એશિયન પેંટ્‌સ અને બજાજ ઑટો ૦.૩૫-૦.૫૭ ટકા સુધી ઘટીને બંધ થયા છે.મિડકેપ શેરોમાં મુથુટ ફાઈનાન્સ, કેઆરબીએલ, વરૂણ બેવરેજિસ, ચોલામંડલમ અને એન્ડ્યોરન્સ ટેક્નો ૧૬.૨૩-૫.૬૨ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આઈજીએલ, ક્યુમિન્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બેયર કૉર્પસાઈન્સ અને ઈન્ફો એજ ૫.૧૭-૧.૬૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે.સ્મૉલકેપ શેરોમાં ઓરિએન્ટ બેલ, નેક્ટર લાઈફ, શંકરા બિલ્ડીંગ, ઈગારશી મોટર્સ અને સોમાણી સિરામિક્સ ૨૦-૧૯.૯૮ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડીશમેન કારબોજ, કોનફિડેન્સ પેટ્રો, મંગલમ સિમેન્ટ, કાયા અને ઝેનસાર ટેક ૮.૪૪-૪.૯૯ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

Related posts

પોલિસી રેટને ૬.૨૫ ટકાના દરે યથાવત રખાય તેવી વકી

aapnugujarat

એચવન-બી વીઝામાં ફેરફારથી અમેરિકાને થશે નુકસાન : નાસકોમ

aapnugujarat

Full KYC deadline for e-wallets extended by 6 months : RBI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1