Aapnu Gujarat
ગુજરાત

અમરગઢ ખાતે ખેડૂતોની ઉત્પાદક પેઢી અમરકૃષિ કાર્યાલય ઉદ્દઘાટન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ખેડૂતોના ખેતી ઉત્પાદનોને મૂલ્ય વર્ધિત ઉત્પાદન હેતુ અમરગઢ ખાતે સ્થપાયેલ અમરકૃષિ ફાર્મર પ્રોડ્યૂસર કંપની કાર્યાલયનું ઉદ્ઘાટન થયું.સિહોર તાલુકાના અમરગઢ આજુબાજુના ગામોના ખેડૂતોની ભાગીદારી સાથે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતાના ખેતી પાકોના મૂલ્યવર્ધિત ઉત્પાદન કરવા પેઢીની રચના થઈ છે. આ અમરકૃષિ ફાર્મર પ્રોડયુસર કંપની કાર્યાલયનું ઉદ્ઘાટન ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલના હસ્તે થયું. અહીંયા નાબાર્ડના અધિકારી શ્રી દીપકકુમાર ખલાસ, વીઆરટીઆઈ સંસ્થાના વડા શ્રી નીતિનભાઈ દવે તથા શ્રી મનુભાઈ ચૌધરી જોડાયા હતા. અહીંયા ખેતી વિષયક ઉત્પાદન અને વ્યાપાર માટે હવે કામગીરી હાથ ધરાશે.સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી રંજનબેન પંડ્યા અને હોદ્દેદારોએ સૌને આવકાર્યા હતા.અહીંયા ઉપસ્થિત રહેલ કાર્યકર્તા આગેવાનોએ અમરગઢ વિસ્તારના ખેડૂતોના આ સાહસને શુભકામના પાઠવી હતી.

Related posts

जम्मू कश्मीर मुद्दे से निपटने में पटेल सही थे, नेहरू गलत : रविशंकर प्रसाद

aapnugujarat

વકીલોની વિવિધ માંગને લઇ કલેકટરને આવેદનપત્ર સુપ્રત

aapnugujarat

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1