Aapnu Gujarat
ગુજરાત

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

મહિલાઓ આર્થિક રીતે પગભર થઈને સશકત બને તેવા આશયથી સુરત મહાનગરપાલિકાના યુ.સી.ડી.વિભાગ દ્વારા પિન્ક પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી એવા પૂનમબેન નાનુભાઈ પટેલે સુરત ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, એક સમયે હું પ્રાઈવેટ સેકટરમાં કામ કરતી હતી. ૧૦ કલાકની મહેનત કર્યા પછી હું મહિને દહાડે રૂા.૫૦૦૦નો પગાર મેળવતી. કામનું ભારણ વધુ અને પગાર ઓછો. એક દિવસ સહેલી દ્વારા જાણવા મળ્યું કે, પાલિકા દ્વારા મહિલાઓને પગભર બનાવવા માટે રીક્ષાની તાલીમ આપીને રીક્ષા લેવા માટે લોનમાં પણ મદદરૂપ થાય છે. યુ.સી.ડી.વિભાગનો સંપર્ક કરતા તેમણે મને રીક્ષા ચલાવવાની તાલીમ આપી. પછી પાકુ લાયસન્સ પણ મેળવ્યું. બેક ઓફ બરોડામાં રૂા.૧,૮૭,૦૦૦ની લોન મેળવીને ઘરની રીક્ષા લિધી. જેમાં ૩૦ ટકાની સબસીડીનો લાભ પણ મળ્યો છે. તાજતેરમાં ૨જી જુલાઈના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અમોને રિક્ષાની ચાવીઓ  આપવામાં આવી હતી.

પૂનમબેન પટેલ ગર્વ સાથે કહે છે કે, આજે હું રોજના ૮૦૦ થી ૯૦૦ રૂપિયા કમાઉ છું. સી.એન.જી.નો ૩૦૦નો ખર્ચ બાદ કરતા રોજના ૫૦૦ રૂપિયા ચોખ્ખા કમાઉ છું. શરૂઆતમાં મહિલા તરીકે રીક્ષા ચલાવવામાં થોડો સંકોચ થતો પણ હવે સુરત શહેરના દરેક વિસ્તારમાં રીક્ષા ચલાવીને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોચાડું છું.

આમ સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક મહિલાઓને રીક્ષા ચલાવવાની તાલીમ, લોન અને સબસીડી એમ તમામ સ્તરે મદદ કરીને મહિલાઓ પગભર બનાવી છે. આમ જાણે કે, શહેરમાં મહિલાઓને સુરક્ષિત મુસાફરી અર્થે મહિલાઓ દ્વારા સંચાલિત ‘‘પીન્ક ઓટો રીક્ષા’’ અનોખી પહેલ સમાન છે.

Related posts

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી પેપરલેશ થશે

aapnugujarat

સરકારી સ્વાયત સંસ્થામાં અધિકારી વચ્ચે ગજગ્રાહ ન હોવો જોઇએ : અમિત ચાવડા

aapnugujarat

ગુજરાત ભાજપનું વધુ એક ડિજિટલ સ્ટેપ : એક ક્લિકમાં મળશે તમામ માહિતી

editor

Leave a Comment

UA-96247877-1