Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપનું વધુ એક ડિજિટલ સ્ટેપ : એક ક્લિકમાં મળશે તમામ માહિતી

ગુજરાત ભાજપ હવે વધારે હાઈટેક બનશે. ગુજરાત ભાજપ આઇટી સેલ દ્વારા ખાસ એપ સાથે ટેબ્લેટ તૈયાર કરાયા છે. આમ પણ ભાજપ હંમેશા ડિજિટલ જગતમાં અગ્રીમ રહે છે.
૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જ્યારે ૧૮૨ બેઠક પર જીતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વનું કાર્ય નેતાઓ અને પદાધિકારીઓના સતત લોકસંપર્કનું અને માહિતી મેળવવાનું છે. હવે માત્ર એક ક્લિકથી આ તમામ માહિતી મેળવી શકશે. ગુજરાત ભાજપના આઇટી સેલ દ્વારા આ માટે ખાસ એપ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બીજેપીના ૪૮૮થી વધારે પદાધિકારીઓને ટેબ્લેટ આપવામાં આવશે.એક તરફ ટેબ્લેટના માધ્યમથી નેતાઓની તમામ મુવમેન્ટ અંગે ઑન ટાઈમ ડેટા મેળવી શકાશે તો બીજી તરફ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો ડેટા પણ ટેબ્લેટમાં અપડેટ કરી શકાશે.
સાથે જ હાલમાં ચાલી રહેલા તમામ પેપર વર્કને ટૂંક સમયમાં પેપરલેસ કરવામાં આવશે. મહત્ત્વની બેઠકો પણ એપના માધ્યમથી કરી શકાશે. આ એપનું તમામ મોનિટરીંગ તેમજ ડેટા અપડેટ કમલમ આઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે.મહત્ત્વનું છે કે દેશભરમાં ગુજરાત ભાજપ દ્વારા કરાયેલો આ પ્રથમ પ્રયોગ છે. જાે આ પ્રયોગમાં સફળતા મળશે તો કેન્દ્ર સ્તરેથી પણ વધુ એકવાર ગુજરાત મૉડેલને સંગઠન માટે અપનાવવામાં આવશે.બીજી તરફ ૩૫ વર્ષથી વધુ વયના કાર્યકર્તાઓને યુવા સંગઠનમાં નહીં સમાવવાનો ર્નિણય ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. આ ર્નિણયના કારણે થોડા સમય પૂર્વે જ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકેનો તાજ પહેરનાર પૃથ્વીસિંહ વાળા તેમજ મહામંત્રી હિરેન રાવલને રાજીનામું આપવાની ફરજ પડી છે. રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહેલા પૃથ્વીસિંહ વાળાની ઉંમર હાલ ૩૭ વર્ષની છે. જ્યારે કે હિરેન રાવલ પણ ૩૫ વર્ષથી વધુ વયના છે.

Related posts

હાઉસિંગ બોર્ડના પરિવારોને મકાન માલિકી હક્ક અપાશે

aapnugujarat

મધુ શ્રીવાસ્તએ વડોદરાથી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી

aapnugujarat

પાવાગઢનું મહાકાળી મંદિર ૧ જૂન સુધી બંધ રખાશે

editor

Leave a Comment

UA-96247877-1