Aapnu Gujarat
ગુજરાત

મધુ શ્રીવાસ્તએ વડોદરાથી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી

વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તએ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. તમને જણાવી દઇએ કે, મધુ શ્રીવાસ્વ ૬ વખત એમએલએ, ૨ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે.
મધુ શ્રીવાસ્તએ વડાપ્રધાન મોદીને લોકસભામાં બાહુબલી નેતાઓની જરૂર હોવાથી પોતે ૨૦૧૯ની ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા દર્શાવી છે. મધુ શ્રીવાસ્ત પોતે બાહુબલી નેતા છે તેવો દાવો કર્યો છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે, આગામી લોકસભામાં વડોદરા બેઠક પરથી પુરુષ ઉમેદવારને ટિકિટ મળશે તેવું મક્કમ છે. કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભાની ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવતા આ બાહુબલી નેતાએ કહ્યું કે, ટિકિટ નહિ મળે તો બાહુબલી સ્ટાઈલથી ચૂંટણી જંગમાં ઝંપ લાવીશ.
મધુ શ્રીવાસ્તએ પોતાની આગવી અદામાં લોકસભાની ટીકીટ માગી છે. પોતે ૨ વખત કોર્પોરેટર, ૬ વખત ધારાસભ્ય હોવાની આ વાતને આગળ ધરી હવે દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મધુ શ્રીવાસ્તએ ખાનગી સમારંભમાં હાજરી પ્રસંગ દરમિયાન આ વાત કરી હતી.
અગાઉ ગુજરાતમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બન્યા બાદ પહેલીવાર ત્રણ નારાજ ધારાસભ્યોના નામ સામે આવ્યા હતા જેમા મધુ શ્રીવાસ્તનું નામ પણ સામેલ છે.

Related posts

દેશના વિકાસમાં કૃષિનો વિશેષ ફાળો છે : નીતિન પટેલ

aapnugujarat

ગાંધીનગરમાં યોજાયો પાટોત્સવ, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

editor

સુરતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઇ, દક્ષિણ ગુજરાતના પ્રભારીએ લીધી મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1