Aapnu Gujarat
બ્લોગ

સાથે ડ્રિંક્સ કરનાર કપલ્સના સંબંધ હોય છે વધારે મજબૂત : સ્ટડી

આજકાલની ફાસ્ટ લાઇફની વચ્ચે આજે પણ કેટલાક ઘરોમાં એક સાથે ભોજન કરે છે. જે પરવિરાના લોકો સાથે ભોજન કરે છે એમની વચ્ચે પ્રેમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો કપલ સાથે બેસીને ડ્રિંક કરે તો એમનો સંબંધ વધારે મજબૂત બને છે અને તેઓ જીવનભર સાથે રહે છે. કદાચ તમને આ વાત હેરાન કરતી લાગે પરંતુ એક શોધમાં આ વાત સામે આવી છે.
આ સ્ટડી અનુસાર કપલ્સ સાથે બેસીને ડ્રિંક કરે છે એ એકબીજાની સાથે વધારે ફ્રેન્ડલી રહે છે અને એમના રિલેશનશીપ ખૂબ જ ખુશ રહે છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે એક જેવી ડ્રિંકિંગ હેબીટ વાળા કપલ્સ પોતાની બાકી હેબિટ્‌સને પણ એક બીજા સાથે શેર કરે છે જેનાથી એમની કમ્પેટિબિલિટી વધે છે.
દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જે કપલ સાથે ડ્રિંક કરે છે અને લિમિટમાં કરે છે એમના સંબંધમાં પ્રેમ વધે છે. સર્ચમાં જણાવવામાં આવ્યું કે જે કપલ વધારે ડ્રિંક કરે છે એમના સંબંધ સુધારાની જગ્યાએ બગડવા લાગે છે અને વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે.
પરંતુ જરૂરી નથી કે હંમેશા એવું બને કે જે કપલ્સ સાથે ડ્રિંક કરે છે એમના જ રિલેશન ખુશીથી ભરેલા હોય. શોધકર્તા અનુસાર જે કપલ્સ ખૂબ જ વધારે ડ્રિંક કરે છે, એમની વચ્ચે અન્ય કપલ્સની સરખામણીએ કોઇ વાતની સહમતિ બનતી નથી અને સંબંધ વધારે સુધી ટકી શકતો નથી.
જ્યારે બંને માંથી માત્ર એક પાર્ટનર જ દારૂ પીવે છે અને બીજો એનાથી દૂર રહે છે તો એવી સ્થિતિમાં એની પૂરી અસર રિલેશનશિપ પર પડે છે અને બ્રેકઅપ અને ડિવોર્સની શક્યતા વધે છે. જો વાઇફ ડ્રિંકથી દૂર રહે અને એનો પાર્ટનર ડ્રિંકર હોય તો એમીન વચ્ચે મતભેદની સાથે સાથે બીજા પ્રકારની પણ સમસ્યા થાય છે જેનાથઈ આગળ જઇને સંબંધ પર પૂર્ણ વિરામ મૂકાઇ શકે છે.

Related posts

EVENING TWEET

aapnugujarat

KASTURI

aapnugujarat

आम नागरिक पुलिस की विकृत मानसिकता की मजाक के लिये बने है क्या…?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1