Aapnu Gujarat
ગુજરાત

નવલખી બંદર પર ૪૮૫ મીટરની નવી જેટી બનાવાશે

નવલખી બંદર પર ૪૮૫ મીટરની નવી જેટી નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા ૧૯૨ કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખીની હાલની ૮ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી ૧૬ થી ૨૦ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે.
રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૫૦ કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે. મીઠા-કોલસા-સિરામીક-ચિનાઈ માટી અને મશીનરી ઉદ્યોગોના માલ પરિવહનમાં સુવિધા મળશે. રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે ૪૮૫ મીટરની લંબાઈની નવી જેટી રૂ. ૧૯૨ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.૧૯૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
નવલખી સૌરાષ્ટ્ર ના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે.આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા ૮ મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને ૨૦ મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-૨૦માં પર્યાવરણ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઇ છે. મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ આ નવલખી બંદર પર ૪૮૫ મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂ. ૧૯૨ કરોડના કામોની જે મંજૂરી આપી છે તેમાં ૧૦૦ મીટર લંબાઇ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઇઝ્‌ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂ. ૧૦૮ કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.આ સૂચિત ૪૮૫ મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં નવલખી બંદરની માલ પરિવહન ક્ષમતા લગભગ ૧૬ મીલીયન મેટ્રિક ટન પ્રતિવર્ષ થવા પામશે. એટલે કે, આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં ૮ મિલિયન મેટ્રિક ટનનો વધારો થવાનો અંદાજ છે. તદઅનુસાર ૨.૫ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ મીઠાનો વધુ કાર્ગો, ૪.૫ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને ૧.૦ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ સિરામીક, ચિનાઇ માટી તથા મશીનરી ઉદ્યોગો જેવા અન્ય વધારાના કાર્ગોના માલ પરિવહનનો અંદાજિત વધારો થશે.આ માલ પરિવહન ક્ષમતામાં થનારા સંભવિત વધારાને પરિણામે રાજ્ય સરકારને પ્રતિવર્ષ લગભગ રૂ. ૫૦ કરોડની વધુ આવક થશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારની સાગરમાલા યોજના અન્વયે આ જેટીના કામો માટે રૂ. ૪૧.૩૦ કરોડની સહાય મંજૂર કરવામાં આવેલી છે.

Related posts

નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

editor

લીંબડીના યુવાનની જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

editor

લોકડાઉનમા થતી કામગીરી અંગેની જાણકારી મેળવતા જીલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશ

editor

Leave a Comment

UA-96247877-1