Aapnu Gujarat
ગુજરાત

મેયર અસ્મિતાબેન શિરોયાના અધ્યક્ષસ્થાને સુરત શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળા યોજાયો

ગરીબોને તેમના હક્કો હાથોહાથ આપવાના મહાયજ્ઞનો આજરોજ સુરત શહેરમાં પ્રારંભ થયો હતો. શહેરી વિસ્તારના ગરીબ કલ્યાણ મેળામાં મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયાના તથા અન્ય મહાનુભાવોના હસ્તે કુલ ૧૭,૬૫૫ જરૂરતમંદોને રૂ.૩૪૯.૫૨  કરોડની સાધન સહાય હાથો હાથ અર્પણ કરવામાં આવી હતી.

નાનપુરા ગાંધીસ્મૃતિ ભવન ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સરકારના સમાજ સુરક્ષા, નાયબ નિયામકની વિકસતી જાતિ, નાયબ નિયામકની અનુસૂચિત જનજાતિ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મામલતદાર કચેરીઓ, શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, પાલિકાના વિભાગો મળી કુલ ૧૧ વિભાગોની ૪૭ જેટલી યોજનાઓના ૧૭,૬૫૫ જરૂરતમંદોને રૂા.૩૪૯.૫૨ કરોડના લાભો એનાયત થયા હતા.

આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા ૨૦૦૯થી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની યાત્રામાં આજે ૧૬મો ગરીબ કલ્યાણ મેળો છે. ગરીબ જરૂરતમંદને જુદી જુદી યોજનાઓ અંતર્ગત સુવિધાયુકત ઘર, પાણી, વિજળી મળી રહે તે માટેના રાજય સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. ૨૦૨૨ સુધીમાં દરેકને ઘરનું ઘર મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના દઢ સંકલ્પને સાકારિત કરવા માટે પાલિકા દ્વારા હજારો મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે તાજેતરમાં પણ ૫૦૦૦ મકાનોનો ડી.પી.આર. તૈયાર કરીને મોકલવામાં આવ્યો હોવાની વિગતો મેયરશ્રીએ આપી હતી. લાભાર્થી મળેલી સહાયનો સદ્દઉપયોગ કરીને આર્થિક ઉન્નતિના નવા શિખરો સર કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. રાજ્ય સરકારની પ્રજા સાથેની લાગણીના તારને લઇ આજે રાજ્યનો આટલો વિકાસ થયો છે. આ સરકાર પાસે કોઇ માંગવા ન આવે તો પણ તેની જરૂરીયાતનું ધ્યાન રાખી તેમને સામે ચાલીને હાથો હાથ સાધન સહાય અર્પણ કરે છે. સુરાજયની સાથે સમતોલ વિકાસના ઉદ્દેશ સાથે રાજય સરકાર કાર્ય કરી રહી છે ત્યારે આ વિકાસના મહાયજ્ઞમાં સૌ કોઈ જાડાય તેવી અપીલ તેમણે કરી હતી.

આ વેળાએ સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર સર્વને સાથે રાખીને પ્રજાજનોના સુખ- દુઃખમાં હંમેશા સહભાગી બની તેમનો વિકાસ કરવામાં માને છે. ત્રણ કરોડ ગરીબ મહિલાઓની વેદનાને વાચા આપીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેકશનો આપ્યા છે. પ્રગતિના પંથે અગ્રેસર એવી સુરત મહાનગરપાલિકાને દર મહિને બે એવોર્ડ મેળવે છે ત્યારે સૌ કોઈ શહેરીજનો વિકાસને હજુ પણ ઉચ્ચતમ કક્ષાએ લઈ જવાના પ્રયાસો કરવાનો સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ વેળાએ સ્વાગત પ્રવચન કરતા મ્યુ.કમિશનરશ્રી એમ.થૈન્નારસને રાજય સરકાર અને મહાનગરપાલિકા યોજવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં લાભાર્થીઓને મળેલી સહાયની વિગતો આપી હતી.

આ પ્રસંગે આભારવિધિ કરતા ડે.મેયર શંકર સેવલીએ શહેરના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ૧૯૯૫માં શહેરમાં ૪૫૦ જેટલી ઝુંપડપટ્ટીઓ હતી. પાલિકા અને સરકારના અથાગ પ્રયાસોથી ૧૮૫ જેટલી ઝુંપડપટ્ટીઓને નાબૂદ કરીને તેમાં રહેનારા ગરીબ પરિવારોને પીવાના પાણી, ડ્રેનેજ જેવી તમામ સુખ સગવડો સાથેના પાકા આવાસો આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

આ મેળામાં ધારાસભ્યસર્વશ્રી રણજીતભાઈ ગીલીટવાલ, ઝંખનાબેન પટેલ, જનકભાઈ પટેલ, શાસકપક્ષના નેતાશ્રી ગીરીજાશંકર મિશ્રા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજેશભાઈ દેસાઈ, પદાધિકારીઓ, જિલ્લા તથા પાલિકાના અધિકારીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

अब CISF के 270 जवानों की टुकड़ी संभालेगी ‘स्टैच्यू ऑफ युनिटी’ की सुरक्षा

editor

દેશમાં વૃદ્ધોની સંખ્યા ૩.૮ ટકાના દરે વધે છે

aapnugujarat

બેફામ વાણીવિલાસ કરનાર અંગે ચૂંટણી પંચે હવે રિપોર્ટ માંગ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1