Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત જેવા દેશ માટે ઘરે-ઘરે જઇને રસી આપવી શક્ય નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અરજી થઇ હતી તેમાં માગણી કરાઇ હતી કે કોરોનાને કારણે થયેલા મોતને બેદરકારીથી થયેલા મોત ગણવામાં આવે અને સાથે જ જે પણ કોરોના પીડિતો છે તેમના પરિવારને સહાય આપવા સરકારને આદેશ આપવામાં આવે. જાેકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોરોનાથી થયેલું દરેક મોત બેદરકારીથી થયેલા મોત તરીકે ન ગણી શકાય. કોરોનાની બીજી લહેરમાં ઘણી અસર જાેવા મળી છે પણ તમારી માગણી સ્વિકારી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટે આ બીજી અરજીને પણ માન્ય નહોતી રાખી.હાલ કોરોના વાઇરસની રસી લેવા માટે ચોક્કસ નક્કી કરેલા કેન્દ્ર પર જવુ પડે છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી જેમાં માગણી કરવામાં આવી હતી કે ઘરે ઘરે જઇને જરુરિયાતમંદ લોકોને રસી આપવાનો કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ માગણીનો સ્વિકાર કરવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે હાલ રસીકરણ બરાબર ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપણા દેશની સ્થિતિ અન્ય દેશો કરતા અલગ છે. અહીં ગ્રામીણ અને શહેરી સ્થિતિ અલગ અલગ છે. કાશ્મીરની સ્થિતિ પશ્ચિમ બંગાળથી અલગ છે. એવામાં ઘરે ઘરે જઇને રસી આપવી આ પરિસ્થિતિમાં શક્ય નથી. સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે હાલ રસીકરણ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે માટે આવા કોઇ આદેશ આપવાની જરુર નથી. સુપ્રીમ કોર્ટમાં આ અરજી વકીલોના સંગઠન યુથ બાર અસોસીએશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં માગણી કરવામાં આવી હતી કે જે લોકો દિવ્યાંગ છે અથવા નબળા વર્ગના છે. તેમને રસી લેવા માટે કેન્દ્ર પર જવામાં મુશ્કેલી આવી રહી છે. એવામાં તેમને જાે ઘરે જ રસી મળી જાય તો તેમની આ સમસ્યા દુર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે સમગ્ર દેશમાં ઘરે ઘરે જઇને રસી આપવાનો આદેશ અપાય તેવી માગ કરી રહ્યા છો, જ્યારે હાલની સ્થિતિ મુજબ ૬૦ ટકા વસતીને રસી આપી દેવાઇ છે. અને રસીકરણ યોગ્ય દિશામાં જઇ રહ્યું છે. તેથી આવો કોઇ આદેશ ન આપી શકાય.

Related posts

ભાજપને ૨૦૨૪માં પણ ૩૦૦થી વધુ સીટ મળશે : અમિત શાહ

aapnugujarat

शाह की रजामंदी के बाद 8 या 9 अगस्त को हो सकता येदियुरप्पा कैबिनेट का विस्तार

aapnugujarat

૨૦૧૭ને વિદાય : નવા વર્ષનું આતશબાજી સાથે સ્વાગત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1