Aapnu Gujarat
રમતગમત

હનુમા વિહારીએ ફટકારી તોફાની સદી

હનુમા વિહારીને IPL મેગા ઓક્શનમાં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદવામાં રસ દાખવ્યો નહોતો. આઈપીએલની હરાજીમાં આ ભારતીય ખેલાડી વેચાયો નહોતો. IPLમાં ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ન ખરીદવામાં આવ્યા બાદ વિહારી નિરાશ થયો હશે, પરંતુ તે પછી તેણે જે અદ્ભુત કામ કર્યું છે તે જોઇને ચોક્કસ IPL ફ્રેન્ચાઇઝીઓ પોતાની ભૂલ સ્વીકારી રહી હશે.
વિહારીએ ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગ 2022માં રમવાનું નક્કી કર્યું. હનુમાએ આ લીગમાં રનનો વરસાદ કર્યો છે. અત્યાર સુધી રમાયેલી 3 ઇનિંગ્સમાં વિહારીએ 216 રન બનાવ્યા છે જે તેની તોફાની બેટિંગનો નજારો દર્શાવે છે. હનુમા ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગમાં અબહાની લિમિટેડ ટીમ તરફથી રમી રહ્યો છે. આ ટીમ તરફથી રમતા વિહારીએ 3 મેચમાં કુલ 216 રન બનાવ્યા છે, જેમાં તેણે સદી પણ ફટકારી છે.
વાસ્તવમાં આ ટૂર્નામેન્ટ 50 ઓવરની છે અને IPLમાં તક ન મળતાં હનુમાએ બાંગ્લાદેશ જઈને ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગ રમવાનું નક્કી કર્યું. આ ટૂર્નામેન્ટમાં ભારતના ઘણા ખેલાડીઓ રમી રહ્યા છે. જેમાં મુખ્યત્વે અભિમન્યુ ઈશ્વરન, પરવેઝ રસૂલ, બાબા અપરાજિત, અશોક મેનારિયા, ચિરાગ જાની અને ગુરિંદર સિંહનો સમાવેશ થાય છે.
આ ટૂર્નામેન્ટમાં 31 માર્ચે બ્રધર્સ ભારતીય ટીમ સામે રમાયેલી મેચમાં હનુમાએ 115 બોલમાં અણનમ 112 રન બનાવ્યા જેમાં તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. વિહારીની ઇનિંગના આધારે બહાની લિમિટેડની ટીમ આ મેચ 6 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ ટુર્નામેન્ટમાં વિહારીએ 5 એપ્રિલે મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ સામેની મેચમાં 80 બોલમાં 59 રન બનાવ્યા હતા. વિહારીની ટીમ આ મેચ પણ 6 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ સિવાય શાઇનપુકુર ક્રિકેટ ક્લબ સામેની મેચમાં વિહારીના બેટમાંથી 45 રન બનાવ્યા હતા.
વિહારીને ભલે IPLમાં તક મળી નથી પરંતુ આ ક્રિકેટર પોતાના સમયનો સારો ઉપયોગ કરી રહ્યો છે. વિહારીએ વર્ષ 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 15 મેચ રમી છે, જેમાં તેણે 35.13ની સરેરાશથી 808 રન બનાવ્યા છે. વિહારીએ ટેસ્ટમાં 5 અડધી સદી અને 1 સદી ફટકારી છે.

Related posts

डु प्लेसिस ने कप्तानी से दिया इस्तीफा

aapnugujarat

पूर्व तेज गेंदबाज सुदीप त्यागी ने लिया संन्यास

editor

कंगारुओं के खिलाफ अगले दो वनडे मुकाबले शानदार होंगे : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1