Aapnu Gujarat
રમતગમત

IPL 2022 : જાડેજાની નિમણૂક પર શાસ્ત્રીએ ઉઠાવ્યા સવાલ

IPL 2022: IPL 15માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમને તેની પ્રથમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ તેની પ્રથમ ચાર મેચ હારી છે. જે બાદ રવિ શાસ્ત્રીએ ધોનીના કેપ્ટનશિપ છોડવાના નિર્ણયની ટીકા કરી છે.

શાસ્ત્રીએ ટીકા કરી
CSK વિશે વાત કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો ધોની કેપ્ટનશીપ છોડવા માંગતો હતો તો તેણે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશીપ આપવી જોઈએ. જાડેજા માત્ર એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં તે કેપ્ટનશિપના દબાણ વગર મેદાનમાં રમતા હતા.

ચેન્નઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું
જો આ સિઝનમાં ચેન્નઈના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા કંઈ ખાસ કરી શકી નથી. ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટીમનો કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શકતો નથી. આ સિવાય ટીમની બોલિંગ પણ તે ધાર નથી બતાવી રહી, જેના માટે CSKની ટીમ જાણીતી હતી.

ફાફ આરસીબીનો કેપ્ટન છે
આઈપીએલની હરાજીમાં ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ ખરીદ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે ફાફને ટીમનો કેપ્ટન બનાવી શકે છે. જે બાદ ટીમે તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. આરસીબીએ આઈપીએલમાં અત્યાર સુધી 4માંથી ત્રણ મેચ જીતી છે. આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

કોચ તરીકે અનિલ કુંબલેના કોન્ટ્રાક્ટને લંબાવવા તૈયારી

aapnugujarat

સ્ટાર બોક્સર મેરી કોમ રસાકસી બાદ મેચ હારી

editor

क्रिकेट के क्रिस्टियानो रोनाल्डो है विराट : लारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1