Aapnu Gujarat
Uncategorized

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની વરણી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તો વાઈસ ચેરમેન પદે મગન વડાવીયાની નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન બન્યા બાદ જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, બેંક હંમેશા ખેડૂતોની સાથે ઉભી છે. ખેડૂતોના હક અને હિત માટે નિર્ણય કરીશું. બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ફરીથી જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી. ગત અઠવાડિયે ૧૭ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટની સૌથી મોટી સહકારી બેંક છે.

Related posts

जामनगर में डेंगू से दो की मौत

aapnugujarat

ખાંભાની નજીક સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો

aapnugujarat

અમદાવાદ સિવિલ : ૭૮% ડૉક્ટર માનસિક તણાવમાં

editor

Leave a Comment

UA-96247877-1