37 C
Ahmedabad
September 21, 2020
Uncategorized

કોરોના વાઈરસની મહામારીને લઈને સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

Font Size

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારીને લઈને આજ રોજ ગાંધીનગર ખાતે માન . અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને માન . ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પી . કે . લહેરી સાહેબ માન . અધ્યક્ષશ્રીને મળ્યા હતા . તેમજ કોરોના વાઈરસને લઈને શ્રી સોમનાથ મંદિર તથા અન્ય અતિથિગૃહોની સેવા બાબતે ચર્ચા કરી હતી . જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે , કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખી તા . રપ – ૦૩ – ૨૦૨૦ નો સુવર્ણ કળશ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે . શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને ( દર્શન ફ્રોમ હોમ ) સોશ્યલ મીડીયાના માધ્યમથી સોમનાથજીના દર્શન કરવા પણ અપીલ કરવામાં આવી છે . ટ્રસ્ટની વેબસાઈટ www . somnath . org , ફેસબુક , ટ્વીટર , ઈન્સ્ટાગ્રામ , સોમનાથ યાત્રા એપના માધ્યમથી દર્શન કરવા વિનંતી કરવામાં આવે છે .
આરોગ્ય વિભાગ તથા સરકારશ્રીની સુચના – માર્ગદર્શન મુજબ શ્રી સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહોમાં રોકાતા યાત્રિકોનું પણ ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે . આ માટે ટેમ્પરેચર માપવા માટેના સ્કેનીંગ મશીન પણ મુકવામાં આવ્યા છે . ટ્રસ્ટના , પોલીસ , એસ . આર . પી . તેમજ ફરજ પરના તમામ સ્ટાફને માસ્ક પણ આપવામાં આવ્યા છે . જેમ જરૂરીયાત જણાય તેમ સોમનાથ ખાતેના અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં આ માસ્ક બનાવવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા જરૂરી મટીરીયલ્સ પુરૂ પાડી કાપડમાંથી થ્રિલેયર માસ્ક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે . શ્રી સોમનાથ મંદિર તેમજ અતિથિગૃહમાં પણ રેલીંગ , ફલોરીંગ વિગેરે જગ્યાએ ફિનાઈલના પોતાથી દિવસમાં ૦૩ થી ૦૪ વખત સફાઈ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . શ્રી સોમનાથ મંદિરમાં આરતી દરમ્યાન કે દર્શનમાં ભીડ ન થાય તે રીતે હાલ દર્શનની વ્યવસ્થા કરી છે . સોમનાથ મંદિરે ચાલતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે . તેમજ ટ્રસ્ટના ઓડીટોરીયમમાં પણ કોઈ કાર્યક્રમો ન કરવા સુચના આપવામાં આવી છે . કોરોના વાઈરસને લઈને સાવચેતી રાખવા માટેના હોર્ડીંગ / બેનરો પણ મુકવામાં આવ્યા છે . શ્રી સોમનાથ મંદિરમાં કપુર , ગુગળનો ધુપ કરવાનું શરૂ કર્યું છે . મંદિર દર્શન માટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરવામાં આવશે .

રિપોર્ટ : મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

House Beautiful: Passive House A Green Dream Come True

aapnugujarat

કાજોલ ફિલ્મ નિર્માણમાં ભાગ્ય અજમાવવા સજ્જ

aapnugujarat

हिमाचल के परिणाम पहले गुजरात में चुनाव होगा : आयोग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1