Aapnu Gujarat
Uncategorized

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

લીંબડી પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી ચુડા અને સાયલા તાલુકાની એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ત્રણેય તાલુકા માટે એ.ટી.વી.ટી.ના કામોની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ગામના લોકોની જરૂરિયાતને ધ્યાને લઇ કામોની પસંદગી કરવા ઉપસ્થિત અધિકારી/પદાધિકારીઓને સૂચના આપી હતી તેમજ આ યોજના અંતર્ગત કરવામાં આવનાર કામોની ગુણવત્તા જળવાય તે જોવા પણ તાકીદ કરી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી એચ. એમ. સોલંકીએ એ.ટી.વી.ટી. અંતર્ગત કરવામાં આવતા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ બેઠકના અંતે લીંબડી મામલતદારશ્રી જે.આર ગોહિલે આભારવિધિ કરી હતી.આ બેઠકમાં લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કૃષ્ણસિંહ રાણા, સાયલા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ચુડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ચુડા મામલતદારશ્રી એ.એસ.ઝાંપડા તેમજ તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી લીંબડી, સાયલા અને ચુડા સહિત ત્રણેય તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસને જીતાડવાનું કર્યું આહવાન

aapnugujarat

સુંદરપરાની સુંદર નર્સરી

aapnugujarat

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1