Aapnu Gujarat
Uncategorized

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટના મોરબીની નવલખી ફાટકથી એસઓજીની ટીમે મૂળ મહેસાણા જિલ્લાના એક શખ્સને રૂ ૯૦ હજારની કિંમતની નકલી ચલણી નોટ સાથે ઝડપી લીધો હતો. ચૂંટણી આચારસંહિતા બાદ નકલી નોટ પકડાવાનો પ્રથમ કેસ હોઇ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આરોપી પાસેથી રૂ ૨૦૦૦ની ૪૦ અને રૂ ૧૦૦ના દરની ૧૦૦ ચલણી નોટ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરાયો હતો. વધુ તપાસ બાદ આરોપીને એ ડીવીઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો. આરોપીએ પોતાના ઘરમાં કલર પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કાઢી હોવાની કબુલાત કરી હતી, જેના આધારે પોલીસે નકલી નોટોના આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને અગાઉ આરોપીએ આવી નકલી નોટો બજારમાં ફરતી કરી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટમેરી પાસે એક બાઈક સવાર શખ્સને રોકી તપાસ કરતા તેની પાસેથી રૂ ૯૦ હજારની કિંમતની ચલણી નોટ પકડાતા આરોપીની અટકાયત કરી હતી. આરોપીની પુછપરછ કરતા તેનું નામ મનીષ મંગળભાઈ પટેલ મહેસાણા જિલ્લાનાં સોખડા ગામનો વતની અને વાવડી રોડ પર આવેલ કૃષ્ણનગરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું અને તેને પોતાના ઘરમાં કલર પ્રિન્ટરની મદદથી નોટ છાપી હોવાની કબુલાત કરી હતી. ૨૦૦૦ના દરની તમામ નોટમાં એક જ નંબર હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નોટ છાપતી વખતે આરોપીઓએ આબેહુબ ૨૦૦૦ની અને ૧૦૦ની નોટ છાપી હતી. ૧૦૦ની નોટમાં સીરીઝ નંબર બદલ્યા પણ ૨૦૦૦ની નોટમાં નંબર બદલવાનું ભૂલી ગયો હતો. જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આરોપી મનીષ અગાઉ આંગડીયા પેઢીમાં નોકરી કરતો હતો અને નોટબંધીના સમયગાળામાં જૂની રદ થયેલી ચલણી નોટના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી. આમ, આરોપી ફરી એકવાર આવા જ ગુનામાં પકડાતાં પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ બોટાદ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું

aapnugujarat

લીંબડીમાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

editor

કોર્મોબીડ નાગરિકોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની રસી અપાશે

editor

Leave a Comment

UA-96247877-1