Aapnu Gujarat
ગુજરાત

મોદીના નેતૃત્વમાં પ્રથમવાર આતંકવાદને લલકારાયો છે

બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબત પટેલના નામાંકન સમયે રૂપાણી ઉપસ્થિત : કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબત પટેલના નામાંકન સમયે ઉપસ્થિત રહ્યા હતા. તે પૂર્વે એક વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, આજે જ્યારે બનાસકાંઠામાંથી પરબત કાકા નામાંકન દાખલ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સફાયો નિશ્ચિત છે. બનાસકાંઠા જિલ્લાની જનતામાં સંભળાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના જનપ્રતિનિધિરુપે પરબત કાકા હંમેશા રહ્યા છે. રૂપાણીએ કહ્યું હતું કે, એકબાજુ ચોકીદાર છે અને બીજી બાજુ ચોરોની જમાત છે. મહાગઠબંધનના લોકો ચોકીદારને ચોર કહે છે પરંતુ આપણે ગુજરાતમાંથી ઇવીએમ કમળથી ભરી દઇ સાબિત કરવાનું છે કે, ચોકીદાર ચોર નથી પરંતુ ચોકીદાર સ્યોર અને પ્યોર છે. ચોકીદાર ખાતો નથી અને ખાવા દેતો નથી એટલે કોંગ્રેસ અને મહાગઠબંધનને પેટમાં દુખે છે. દેશની જનતાને નક્કી કરવાનું છે કે, વડાપ્રધાન કોને બનાવવા માટે છે. કોંગ્રેસ પાસે નથી નીતિ કે નથી નિયત. કોંગ્રેસના લોકો આતંકવાદીઓને આશરો આપીને બિરયાની પિરસનારા છે જ્યારે બીજી બાજુ ભાજપ આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે કટિબદ્ધ છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે, અમે સત્તામાં આવીશું તો કાશ્મીરમાં કલમ ૩૭૭ને દૂર કરીશું નહીં. રાજદ્રોહની કલમ કાઢી નાખીશું. સેનાના કોઇપણ અધિકારી પર સરકારી પૂર્વ મંજુરી વગર કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે. ત્રાસવાદીઓ ઉપર કરવામાં આવેલા કેસો પરત કરી લેવામાં આવશે. કોંગ્રેસના આવા નિવેદનો માત્ર વોટ મેળવવા માટે દેશની એકતા અને અખંડતા તોડવા માટેના છે. મહાગઠબંધન મજબૂરીનું ગઠબંધન છે. મોદીના પારદર્શક વહીવટીના કારણે ૧૭ રાજ્યોમાં ભાજપની સરકાર છે. સેનાનું મનોબળ તુટે તેવા વચનો કોંગ્રેસ પાર્ટી આપી રહી છે. શામ પિત્રોડા અને મણિશંકર અય્યર પાકિસ્તાન નિર્દોષ છે તેમનો કોઇ વાંક નથી તેમ જણાવે છે. પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ આમા સાબિત થાય છે. મોદીના નેતૃત્વમાં પ્રથમ વખત આતંકવાદને લલકારવામાં આવ્યો છે. ભારતીય સેનાના પરાક્રમથી પાકિસ્તાન ફફડી ગયું છે. પરિણામ બાદ ભાજપ અને એનડીએ સરકાર રચાશે ત્યારે પાકિસ્તાનમાં માતમ છવાશે. ભારતની જનતા પાકિસ્તાનને પાઠ ભણાવવા અને આતંકવાદ સામે કઠોર કાર્યવાહી માટે મોદીને મજબૂત બનાવવા ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ કમળો મોકલવાની વાત કરી હતી.

Related posts

અમદાવાદ : રેલ્વે સ્ટેશન બહાર પેસેન્જર માટે રીક્ષા ચાલકોનો રાફડો

aapnugujarat

गुजरात सरकार दूधारू गायों में जीपीएस चिप लगाएगी

aapnugujarat

चुनाव के लिए ७६ हजार से ज्यादा वीवीपेट मशीन आवंटित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1