Aapnu Gujarat
ગુજરાત

સીજી રોડ પર સ્પામાં દરોડા પડ્યા : ચાર વિદેશી યુવતી ઝબ્બે

શહેરના સી.જી.રોડ પર આવેલા એક્વા સ્પામાં મસાજનું કામ કરતી થાઇલેન્ડની યુવતીઓ ગેરકાયદે રીતે નોકરી કરતી હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતાં ગઇકાલે પોલીસે દરોડા પાડ્‌યા હતા. દરોડા દરમિયાન પોલીસને કોઇ દેહ વ્યાપાર ચાલતો હોવાનો પુરાવો નહીં મળતાં તેમણે થાઇલેન્ડની યુવતીઓની પૂછપરછ કરી હતી. યુવતીઓની પૂછપરછ અને ડોક્યુમેન્ટ જોતાં તમામ યુવતીઓ બિઝનેસ વિઝા ઉપર દેશમાં આવીને નોકરી કરતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સ્પા સંચાલક માલિકની ધરપકડ કરીને ચાર થાઇલેન્ડની યુવતીઓ વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસના દરોડાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સી.જી. રોડ જેવા પોશ વિસ્તારમાં બિલાડીની ટોપ માફક સ્પા સેન્ટરો ખૂલી ગયાં છે. ભૂતકાળમાં સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો વ્યવસાય વિદેશી યુવતીઓ કરતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ગઈકાલે પોલીસ નવરંગપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નવરંગપુરા વિસ્તારમાં આવેલ સીજી રોડ પર આવેલ રુદ્ર પલ્સ કોમ્પ્લેક્સમાં એક્વા સ્પામાં વિદેશી યુવતીઓ દેહ વ્યાપાર ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્‌યો હતો. જોકે કોઇ દેહ વ્યાપાર ચાલતો હોવાના પુરાવા પોલીસના હાથે લાગ્યા હતા નહીં. સ્પા સેન્ટરમાં સંચાલક, મેનેજર, ચાર થાઇલેન્ડની યુવતી સહિત સાત યુવતીઓ કામ કરતી હતી. પોલીસે તમામ થાઇલેન્ડની યુવતીઓની પૂછપરછ કરી હતી અને તેમના પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા હતા. પોલીસે યુવતીઓના વિઝા ચેક કરતા તેઓ બિઝનેસ વિઝા પર આવેલી હોવાનું સામે આવ્યું હતું. બિઝનેસ વિઝા પર આવેલી હોવા છતાંય તે એક્વા સ્પામાં નોકરી કરતા પોલીસે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. આ તમામ વિદેશી યુવતીઓ બિઝનેસ વિઝા ઉપર આવી હતી. તેમની પાસે વર્ક પરમિટ વિઝા ન હતા. કેટલીક યુવતીઓના પાસપોર્ટની મુદત પણ પૂરી થઇ ગયેલી હતી. સ્પામાં વિદેશી યુવતીઓ વર્ક પરમિટ વિઝા વગર કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું.
સ્પાના માલિકોને પોતાના સ્પામાં નોકરી પર રાખવામાં આવેલી યુવતીઓ ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા પર વિદેશથી આવી હોવાની જાણ હોવા છતાં આર્થિક લાભ માટે તેમને નોકરી પર રાખી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે ફોરેનર્સ એમેન્ટેન્ટ ૨૦૦૪ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવરંગપુરા પોલીસે એક્વા સ્પામાં દરોડો પાડતાં સ્પા માલિક જ્યંતકુમાર ઘટકની ધરપકડ કરી છે. તો સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ કાઝિબેવા ઝીલડિયાઝ (રહે.કેઝિયઝ રિપલ્બિક), યોમાબુડ કર્નપીચા (રહે.થાઈલેન્ડ),ચમ્મી વિચુડા (રહે,થાઈલેન્ડ), ચર્પમન્ગ મિચોટ (રહે,થાઈલેન્ડ), તેમના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

માલણકા ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ કરાયું

aapnugujarat

બિટકોઈન કેસ : નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરી દેવા કોર્ટ પાસે માંગેલી મંજૂરી

aapnugujarat

ગેસ ભરાવવા માટે વાહનની સીએનજી સ્ટેશનોએ લાઇનો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1