Aapnu Gujarat
Uncategorized

મુખ્યમંત્રી રૂપાણીએ બોટાદ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરચિત બોટાદ જિલ્લાના ૨૬.૫૧ કરોડના નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવનનો લોકાર્પણ કરતાં જાહેર કર્યું કે, આ નવા જિલ્લામાં ૧૯૨ કરોડના વિકાસ કામો આ સરકારે પૂર્ણ કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગામડાઓના બનેલા ભારત દેશમાં પંચાયતી રાજના માળખાને વધુ સુદ્રઢ કરીને ગ્રાસ રૂટ લેવલ સુધી લોકશાહિના વિકાસના ફળો આ સરકારે પહોંચાડવા સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં આ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે વધુ ૧૩૮ કરોડના કામો કરવાની પણ તેમણે પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન, સરકારી વસાહત, કોર્ટ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત ભવન, ૭ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પાંચ પેટા કેન્દ્રો, બરવાળા – સાળંગપુર – બોટાદ રોડ, સુખભાદર અને ઘેલો પુલ, એ.આર.ટી.ઓ. કચેરીઉપરાંત રાણપુર અને ગઢડા ખાતે આઈ. ટી. આઈ. જેવી ભૌતિક સુવિભાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેવી જ રીતે આવનારા દિવસોમાં આ જિલ્લામાં રાણપુર ખાતે કોર્ટ બિલ્ડીંગ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બરવાળા ખાતે સરકારી કોલેજનું નવુ ભવન જેવી સુવિધાઓ આ જિલ્લાને મળશે. વિજય રૂપાણીએ બોટાદમાં યુવાશકિતની ખેલકુદ પ્રતિભાને વેગ આપવા નવા સ્પોર્ટસ સંકુલના નિર્માણની પણ નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર સબ સમાજ કો લિયે સાથ મેં આગે હિ બઢતે જાનાના ભાવ સાથે વિકાસ માર્ગે કાર્યરત છે, તેની ભૂમિકા આપતા કહ્યું કે, બોટાદ સહિતના ઓછા વરસાદ વાળા જિલ્લાના ખેડૂતોને ઈનપૂટ સહાય આપી છે. આ જિલ્લામાં ૬૯,૧૫૮ ખેડુતોને ૪૯.૨૭ કરોડ સહાય ઉપરાંત ક્વીન્ટલ દિઠ રૂપિયા ૧૦૦૦ ના ભાવે મગફળી ખરીદી કરી છે, અને આવી ૧૬,૧૯૦ ક્વીન્ટલ મગફળી આ જિલ્લામાં ખરીદી ખેડુતોને ૮.૦૯ કરોડની રકમ પારદર્શી રીતે આપી છે. તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતે સામાજિક સમરસતાને પહેલરૂપ નિર્ણય લઈને કેન્દ્ર સરકારના ૧૦ ટકા આર્થિક બિનઅનામત વર્ગોને અનામતના નિર્ણયનો અમલ કર્યો છે, તેની પણ છણાવટ કરી હતી. વિજય રૂપાણીએ રાજ્યના છેવાડાના માનવી, અંતરીયાળ ગામો સહિત જન – જનને સુખ – સુવિધા આપવાના કલ્યાણ કાર્યો સાથે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશનો પણ સમન્વય સાધ્યો છે તેની વિગતો આપી હતી. વિજય રૂપાણીએ તાજેતરની વાયબ્રન્ટ સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સફળતા નહિ સાંખી શકનારા વિરોધીઓ કાન ખોલીને સાંભળી લે કે, માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણોથી ૧૧ લાખથી વધુ યુવાનોને રોજગારી મળવાની છે. ૨૦૧૩ માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં નવો રચાયેલો બોટાદ જિલ્લો પાંચ જ વર્ષમાં વિકાસના નવા કદમ માંડી રહ્યો છે. જિલ્લા સેવા સદન, જિલ્લા ન્યાયાલય જેવી માળખાકીય સુવિધાઓની પરિપાટીએ આ નવું જિલ્લા પંચાયત ભવન પણ નિર્માણ પામ્યું છે. વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાનએ મોટા જિલ્લાઓને કારણે અંતરિયાળ – દૂરના ગામોના લોકોને પોતાના કામો માટે જિલ્લા મથકે જવું પડતું અને સમય – નાણાંનો વ્યય થતો. વહિવટના સરળીકરણ અને પ્રજાભિમુખ અભિગમ સાથે નવા જિલ્લાઓની રચનાથી જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ પાર પડી છે.

Related posts

દારૂ પીવાની ના પાડતા બે શખ્સોનો વૃદ્ધ પર હુમલો

editor

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૯ ઇંચ સુધી વરસાદ

aapnugujarat

ગુજરાતના રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો, હવે વાદળી કલરના એપ્રન સાથે દેખાશે

editor

Leave a Comment

UA-96247877-1