Aapnu Gujarat
Uncategorized

ગુજરાતના રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો, હવે વાદળી કલરના એપ્રન સાથે દેખાશે

રાજ્યમાં રીક્ષા ચાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રીક્ષા ચાલકો દ્વારા પહેરવામાં આવતા કપડા ઉપર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ પ્રમાણે રીક્ષાચાલકોની ઓળખ થઈ શકે તેટલા જ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રીક્ષા ચાલકોના એસોસિયેશન સાથે અગાઉ આ સંદર્ભે બેઠક પણ કરી લેવામાં આવી હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખ થાય તે માટે મોટર વાહન અધિનિયમ, 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ કરવા સરકાર વિચારણા કરી રહી હતી. આ અંતર્ગત ઓટોરીક્ષા ડ્રાઈવર્સ સાથે બેઠક કરવામાં આવી હતી. વિવિધ બેઠકોના આધારે અને વિચારણાને અંતે ડ્રાઈવર્સ માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. જે મુજબથી હવે ગુજરાતના રીક્ષાચાલકો પહેરેલ કપડાની ઉપર વાદળી રંગના એપ્રોનને યુનિફોર્મ તરીકે પહેરશે.

રાજ્ય સરકાર દ્વારા રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફરજિયાત કરાયો છે. ત્યારે હવેથી રીક્ષા ચાલકોએ વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. સરકારના નિર્ણયનો રીક્ષા ચાલકોએ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એક તરફ લોકડાઉનમાં રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. તો હવે યુનિફોર્મના રૂપિયા ક્યાંથી લાવવા એ એક મોટો સવાલ છે. જો કોઈ ચાલક યુનિફોર્મ વગર રીક્ષા ચલાવશે તો એની જવાબદારી કોણ લેશે તેવુ કેટલાક રીક્ષાચાલકો કહી રહ્યાં છે. સામાજિક પ્રસંગમાં રીક્ષા લઈને જાય તો યુનિફોર્મ પહેરવું અયોગ્ય લાગે તેવું પણ કેટલાક ચાલકોએ જણાવ્યું.

Related posts

धोनी को लेकर 24 अक्टूबर को चयनकर्ताओं से बात करूंगा : गांगुली

aapnugujarat

પાકિસ્તાનના ઈશારે કાલુપુર રેવડી બજારમાં દુકાનોમાં આગ લગાવાઈ હતી

editor

કુંભણ ગામ નજીક મંદબુદ્ધિ આશ્રમમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1