Aapnu Gujarat
Uncategorized

મુખ્યમંત્રી રૂપાણીએ કુળદેવીનાં દર્શન કર્યાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના તેમના વતનના ગામ ચણાકામાં આજે રૂપાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ તેમના પત્ની અંજલીબેન રૂપાણી અને પરિવારજનો સાથે હવનમાં સહભાગી થઇ પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ કુળદેવી અંબેમાતાના મંદિરે માતાજી અને મહાદેવના દર્શન કરી ગુજરાતના કલ્યાણની અભ્યર્થના કરી હતી. મુખ્યમંત્રીએ ચામુંડા માતાના પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે જન કલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણ રૂપાણી, દિવ્યેશભાઇ અને બકુલભાઇ, ધીરૂભાઇ રૂપાણી સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ-પૂજા-અર્ચના વિધિ પૂણ્યપ્રસાદ વ્યાસે કરાવી હતી. આ તકે માતાના મંદિરે મહંત રામાનંદબાપુએ મુખ્યમંત્રીનુ સ્વાગત કર્યુ હતુ અને જુનાગઢ અંબાજીના મહંત તનસુખગીરી બાપુએ મુખ્યમંત્રીનુ સન્માન કર્યુ હતુ. ભેંસાણ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ચણાકા ખાતે ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, નિતીનભાઇ ફળદુ, કનુભાઇ ભાલાળા, સરપંચ ઉમેશભાઇ બામરોલીયા, પુનિતભાઇ શર્મા, હિરેનભાઇ સોલંકી, ગિરીશભાઇ કોટેચા, ભૂપતભાઇ ભાયાણી, કલેક્ટર ડૉ.સૌરભ પારધી, ડી.ડી.ઓ.પ્રવીણ ચૌધરી અને એસ.પી સૌરભ સિંઘ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રભાસપાટણ ખાતે રિયાણાની દુકાનમાં ગેસના બાટલાનો ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ

aapnugujarat

Inside Martina, a Shake Shack-Like Approach to Pizza

aapnugujarat

લીંબડી ખાતે પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાના હસ્‍તે ધ્‍વજવંદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1