Aapnu Gujarat
Uncategorized

“શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય”નો ભૂતવડ ખાતે થયો શુભારંભ

ગુજરાત સરકારની યોજના મુજબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય, બલરામ મીણા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ અનુસૂચિત જનજાતિના યુવાન/યુવતીઓને આર્થિક પગભર બનાવી તથા સરકારશ્રીના અલગ અલગ વિભાગોમાં આવનાર ભરતીમાં ઉજ્જવળ તકો મળે તે આશયથી ૩૦ દિવસની નિવાસી હેતુલક્ષી તાલીમનો શુભારંભ “શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય” ભૂતવડ ખાતે થયેલ છે.

જેમાં તાલીમાર્થીઓને ૩૦ દિવસ સુધી સામાન્ય જ્ઞાન, શારીરિક ક્ષમતા તથા પી.એસ.આઈ,એલ આર ડી ભરતીના નિયમો અને વિષયોથી માહિતગાર કરવામાં આવશે. તાલીમ દરમિયાન એક્સપર્ટ લેક્ચર, વિડિયો સિરીઝ તથા સેવામાં પ્રવૃત્ત પોલીસ અધિકારીઓ  દ્વારા પણ પ્રશિક્ષણનું પણ આયોજન છે આ તાલીમમાં ૪૯ જેટલા તાલીમાર્થી યુવક/યુવતીને નિશુલ્ક ૩૦ દિવસ પ્રશિક્ષણ આપવાની યોજના છે.આ તકે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ સંસ્થાના ટ્રસ્ટી રણછોડ ભાઈ વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વીરડી ગામે રાત્રીના સમયે મકાનનું તાળું તોડી સોયાબિનના ૭૦ કટા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ

editor

પાવર કૉરિડોર : ૨૦૨૨ની વાઇબ્રન્ટ સમિટ યોજાશે

editor

બિટકોઇન કેસ : અમરેલીના એસ.પી.ની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1