Aapnu Gujarat
Uncategorized

કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારી એ ચાર્જ સંભાળ્યો

પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમારની કરાર આધારિત અવધિ પૂરી થઈ જતાં તેમને વિદાય આપી હતી ત્યારે નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે અનિલ ત્રિવેદી એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અને કાંકરેજ તાલુકામાં વિકાસ કામોને વેગ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી કાંકરેજ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની કાયમી ધોરણે નિમણુક કરવામાં આવતી નથી અને કાંકરેજની જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાંકરેજ તાલુકાની નબળી નેતાગીરી જવાબદાર છે ત્યારે અગત્યની બાબત એ છે કે કાંકરેજ તાલુકા પંચાયત માં ઘણા બધા કર્મચારીઓ કરાર આધારિત ભરતી કરવામાં આવે છે અને જે તે ટેબલ પર મૂકવામાં આવે છે ત્યારે એ કર્મચારીને પૂરતો અનુભવ નથી હોતો અને બે ત્રણ ચાર્જ સોંપવામાં આવે છે.

એક તરફ ગ્રામ પંચાયતોના તલાટીઓને પણ ત્રણ ચાર જેટલી ગ્રામ પંચાયતો નો ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે લોકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે હવે આ અંગે જિલ્લા વિકાસ અધિકારી રસ દાખવીને કાંકરેજ તાલુકાની જનતા માટે સારા કર્મનિષ્ઠ અને નો કરપ્સનની નીતિ વાળા TDO અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ક્રીમિલિયર અને આવક તેમજ જાતિ પ્રમાણ પત્ર માટે ધરમ ધક્કા ખાઈને થાકી જાય છે અને તાલુકામાં બેઠેલા તંત્રના અધિકારીઓ આજે નહી કાલે આવજો આવી રીતે હેરાન કરે છે ત્યારે હવે નવા આવેલા TDO કેવો વહીવટ કરશે તે અંગે લોકોમાં ભારે ચર્ચાસ્પદ છે. કારણ કે અગાઉ પણ આ TDO દ્વારા વ્હાલા દવાલાની નીતિ અપનાવીને કોન્ટ્રાકટર અને સરપંચોને ટાર્ગેટ બનાવીને વિકાસ કામોમાં સતત અન્યાય કર્યો હતો પરંતુ આજ સુધી ઉપરી અધિકારી દ્વારા મગનું નામ મરી પાડવા માટે કાળજી રાખી નહોતી એટલે કરાર આધારિત કર્મચારીઓ અને કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવી ને ગયેલા તાલુકા વિકાસ અધિકારીની નિમણુક કરવામાં આવતાં ભારે આનંદ અને અસંતોષ જોવા મળ્યો છે.આમ ઘણાં બધાં પ્રશ્ર્નો સાથે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો..

Related posts

આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે

aapnugujarat

रवीश कुमार फिनलैंड में भारत के नए राजदूत नियुक्त

editor

INX Media case : CBI files chargesheet against 14 people including P. Chidambaram, karti

aapnugujarat

Leave a Comment

UA-96247877-1