Aapnu Gujarat
Uncategorized

વીરડી ગામે રાત્રીના સમયે મકાનનું તાળું તોડી સોયાબિનના ૭૦ કટા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે યોગેશભાઈ વિરાભાઈ મોરીના મકાનમાં રાખેલ ૭૦ કટા સોયાબીનની ચોરી થતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ૨૮/૧૨/૨૧ ના રોજ ફરિયાદી બાબુલાલ કેશવજી કાનાબાર દ્વારા ફરિયાદ નોંધાવેલ

 ત્યારે ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક રવીતેજા વાસમશેટી દ્વારા ચોરીના ગુન્હા અટકાવવા જૂનાગઢના ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.આઇ. ભાટી સહિતના પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી આરોપી પકડવા નજીકના સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી ને પકડવા ચક્રગતિમાન તેજ કર્યા હતા

માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.આઈ.મંધરા થતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઓ સહિતના પોલીસ સ્ટાફે ખાનગી રાહે બાતમીના આધારે વીરડી ગામના વિશાલ માલદે, કેશોદના ભરત રામદેવ, જેપુર ગામના જગદીશ અને કાઠીના અમરાપુર ના હમીર રામા ને ઝડપી પડ્યા હતા  ચોરી કરેલ આ ચારેય આરોપી કાઠીના અમરાપુર ખાતે પાદર માં એક બોલેરો ગાડી સાથે ઉભા હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ ટીમ સ્થળ પર પહોંચી ચારેય ઈસમો ની ધરપકડ કરી હતી

.મળતી માહિતી મુજબ રૂ.૨,૨૨,૦૦૦/ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિવેક એન્ટર પ્રાઈઝ ખાતે વહેંચેલ આ રૂપિયાનો ભાગ પાડી ભેગા થયેલ આ ચાર આરોપીને  કબ્જામાં મુદામાલ સોયાબીન ૭૦ નંગ મળેલ રકમ રૂ.2,12,000/ અને મહેનદ્ર બોલેરો પિકઅપ 5,00,000/ હસ્તગત કરી માળીયા હાટીના પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Related posts

ટાઇગર શ્રોફ સાથે કૃતિ સનુન ફરી નજરે પડશે : અહેવાલ

aapnugujarat

વરસાદી અમીછાંટણા વચ્ચે ભગવાન સોમનાથનાં સાનિધ્યે ગીર-સોમનાથ જિલ્લામાં તૃતિય વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી

aapnugujarat

जम्मू-कश्मीर ठंड से कांपा

editor

Leave a Comment

UA-96247877-1