Aapnu Gujarat
Uncategorized

વરસાદી અમીછાંટણા વચ્ચે ભગવાન સોમનાથનાં સાનિધ્યે ગીર-સોમનાથ જિલ્લામાં તૃતિય વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી

ગીર-સોમનાથ જિલ્લામાં ત્રીજા વિશ્વ યોગ દિવસની સવારનાં ખુશનુમાં વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સોમનાથનાં સાનિધ્યે વરસાદી અમીછાંટણા સાથે સોમનાથ પરિસર ખાતે પાણી-પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ, ઉત્તરપ્રદેશ વિધાન પરિષદ સદસ્યા શુશ્રી કાન્તીસિંઘ, જિલ્લા કલેકટરશ્રી ડો.અજયકુમાર, નગરપાલિકા પ્રમુખશ્રી જગદીશભાઇ ફોફંડીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાનાં ૧૦૮૧ જેટલા કેન્દ્રો પર ગામડે-ગામડે, તાલુકા મથકે શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત ૨ લાખથી વધુ લોકો વિશ્વ યોગ દિનમાં જોડાઇને યોગને દૈનિક જીવન સાથે જોડવા સંકલ્પબધ્ધ થયા હતા.

મંગલમય વાતાવરણ વચ્ચે હરિ અને હરની ભુમિ સોમનાથનાં સાનિધ્યે યોગ થી આત્મા અને શરીરની શુધ્ધી થાય છે, તેમ જણાવી પાણી-પૂરવઠા મંત્રીશ્રી જશાભાઇ બારડે કહ્યું કે, આપણી પ્રાચીન અને ઋષિ પરંપરામાં યોગનું આગવું મહત્વ છે. યોગને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી વિશ્વમાં સ્વકૃતિ મળી છે ત્યારે આપણા સૈા માટે ગૈારવપ્રદ છે. યોગમાં સહભાગી સેન્ટમેરી શાળાનાં વિદ્યાર્થી ઋષિ ચુડાસમાએ મંદ-મંદ શીતળ પવન વચ્ચે યોગમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પી.ટી.સી. માં અભ્યાસ કરતી ગાભુ શીતલે કહ્યું કે, યોગ ભારતીય સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે. તેને અપનાવવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. યોગ ટીચર ભાવના ચૈાહાણ, કવિબેન વાળા અને સુરેશ વાઢેર યોગ નિદર્શનમાં માર્ગદર્શન આપ્યું હતું.

સોમનાથ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર, નાયબ વન સંરક્ષકશ્રી ગાંધી, અગ્રણીશ્રી લખમભાઇ ભેંસલા, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયદેવભાઇ જાની, નાયબ કલેકટરશ્રી જવલંત રાવલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી પી.કે.રાણા, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર, સોમનાથ ટ્રસ્ટનાં મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત પોલીસ રેવન્યુ તથા અન્ય વિભાગનાં અધિકારીઓ-પદાધિકારીઓ, સ્‍વૈચ્‍છિક,સામાજિક, વ્‍યવસાયિક સંસ્‍થાઓ, નગરશ્રેષ્‍ઠીઓ, અગ્રણીઓ શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. ‘‘વિશ્વ યોગ દિવસ’’ના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઉદ્દબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. યોગનાં કાર્યક્રમનાં સુંદર આયોજન માટે મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, વ્યાયામ શિક્ષકો તથા તેમની ટીમને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

ઇન્દ્રનીલને કોંગ્રેસમાં સામેલ કરવા ચક્રો ગતિમાન

aapnugujarat

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

aapnugujarat

भारत नंबर-1 टीम है : पोलार्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1