Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ યથાવતરીતે જારી રહ્યો છે. ટુંકા વિરામ બાદ સુરતમાં પણ ફરી એકવાર નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો છે. સુરતમાં સવારે એક ઇંચ વરસાદ થયા બાદ બપોરના ગાળામાં ભારે વરસાદ થયો હતો અને ચાર કલાકના ગાળામાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જેના પરિણામ સ્વરુપે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વરસાદ સંબંધિત બનાવમાં બે લોકોના મોત પણ થઇ ગયા છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પાંચમાં દિવસે પણ મેઘમહેર અકબંધ રહી હતી. અમરેલીના સાંવરકુંડલામાં ઘોબા ગામે અનરાધાર વરસાદ થઇ રહ્ય છે. ઘોબા અને ભામોન્દ્રા સહિતના ગામોમાં ત્રણ કલાકમાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જેથી આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ભાવનગરના જેસર પંથકના ગામડાઓમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. રાજુલામાં ધીમીગતિએ વરસાદ થયો છે. રાજકોટમાં ધીમીગતિએ વરસાદ થઇ રહ્યો છે. ભાવનગરમાં આજે રવિવારે બપોરના ગાળા બાદ ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી હ તી. ખેડૂત સમુદાય પણ હાલમાં ખુશખુશાલ છે. બીજ બાજુ સૌરાષ્ટ્રના જામનગરના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘ સવારી અકબંધ રહી છે. ગ્રામ્ય પંથકોમાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં વેરાવળ, ચોરવાડ, તલાલા, સુત્રપાડામાં ભારે વરસાદ થયો છે. અહીં પીવાના પાણી તથા ઔદ્યોગિક એકમોની જીવાદોરી સમાન હિરન-૨ ડેમ છલકાવવાની તૈયારીમાં છે. ગીરના વન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હિરન નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉનામાં ભારે વરસાદના લીધે લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. રાજપરા, માણેકપુર, ખત્રીવાડા સહિતના ગામોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. સ્થિતિને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફની ટીમ પણ ગોઠવવામાં આવી છે. ઉનામાં એનડીઆરએફની ટીમ સક્રિય કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદનો દોર જારી રહ્યો છે.
લિંબાયત વિસ્તારમાં ઘરની છત ઉપર વિજળી પડતા એકને ઇજા થઇ હતી. જો કે, હોસ્પિટલ ખસેડવામાં આવતા એકનું મોત થયું હતું. બીજી બાજુ સાત વર્ષનું બાળક વરસાદી પાણીની ગટરમાં ગરકાવ થઇ ગયું હતું જેને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં હાઈટાઇડની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે રાજકોટ, ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં સતત પાંચમાં દિવસે વરસાદની સ્થિતિ રહી હતી. સાવરકુંડલા પંથકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. ગીરસોમનાથમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. જુનાગઢના વિસાવદરમાં ગઇકાલે ૧૦ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જુનાગઢમાં સતત વરસાદના લીધે જિલ્લાની નદીઓમાં પાણીની આવક વધી ગઇ છે.

Related posts

मारुति की ऑल्टो के दो दशक पूरे

editor

ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ મહિલા દિને નન્હીપરી અવતરણની ઉમળકા ભેર ઉજવણી કરાઈ

aapnugujarat

ધોરાજીમાં આરસીસી રોડનું ખાતમુહુર્ત

editor

Leave a Comment

UA-96247877-1