Aapnu Gujarat
Uncategorized

ધંધુકામાં કિશન બોળીયાની હત્યાના વિરોધમાં ચુડા મામલતદારને અપાયુ આવેદન

ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન બોળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણીઓ સબંધની પોસ્ટ મૂકી હતી.કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ધંધુકાના શબ્બીરે અમદાવાદના અયુબ નામના મૌલવીએ આપેલ હથિયાર વડે કિશન બોળીયા હત્યા કરવામાં આવી હતી.જેના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યભરમાં પડ્યા હતા.ત્યારે આજે શ્રીરાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જીલ્લા મંત્રી અમરદીપસિંહ અને ચુડા તાલુકાના અધ્યક્ષ સરદારસિંહ તથા ઉપાધ્યક્ષ રણવીરસિંહની હાજરીમાં ચુડા મામતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

અને કિશન બોળીયાના હત્યારાઓને તથા આવું કૃત્ય કરવા પાછળ જે ઘણા બધા માણસો સામેલ હોય શકે છે.આ ષડયંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોની ધરપકડ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક અસરથી તમામને ફાંસીની સજા ખૂબ જ ટૂંકા ગાળામાં મળવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચાર સુધ્ધા ન કરે એવો દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Related posts

માંગરોળ તાલુકાનાં માનખેત્રામાં માતા-પુત્ર-બે પુત્રીની સામુહિક હત્યાથી ભારે ચકચાર

aapnugujarat

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

aapnugujarat

આયુર્વેદ યુનિ.ના બગીચામાંથી સફેદ ચંદનના વૃક્ષની ચોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1