Aapnu Gujarat
Uncategorized

શહેરા ખાતે આવેલી મુક્તજીવન ડિઝાસ્ટર એન્ડ રેસ્ક્યુ ટ્રેનિગ એકેડમી ખાતે ફાયર ઓફીસર સાજીદખાન પઠાણે તાલીમ આપી

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત  મુક્તજીવન ડિઝાસ્ટર  એન્ડ રેસ્ક્યુ ટ્રેનિગ એકેડમી ખાતે ક્વિક ફાયર રિસ્પોન્સ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ હતી.જેમાં ,મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા મધ્યપ્રદેશના ભોપાલ નગરનિગમના ફાયર ઓફીસર સાજીદખાન પઠાણે તાલીમ આપી હતી.મધ્યપ્રદેશના ભોપાલનગર નિગમના ફાયરઓફીસર સાજીદખાન પઠાણનુ એકેડમીના ટ્રેનર મંજીત વિશ્વકર્માએ તુલસીનો છોડ આપીને સ્વાગત કર્યુ હતું ફાયર ઓફીસર સાજીદખાન પઠાણે ફાયર એકેડમીના તાલીમાર્થીઓને જણાવ્યુ હતુ કે સુરક્ષિત ભારતના સુત્ર સાથે આગ દૂઘર્ટનાઓને રોકવા માટે અને લોકોને જાગૃત કરવા માટે આખા દેશમાં મિશન હાથ ધર્યુ છે.તેમને જણાવ્યુ હતુ કે દેશમાં થતા આગ લાગવાના બનાવોમાં ૮૫ ટકા બનાવો વીજળીના શોટસર્કીટના કારણે થતા હોય છે.ત્યાર પછી ગેસ લીકેજની દૂર્ઘટનાઓથી આગ લાગવાના બનાવો બને છે.આ બનાવોમાં લોકો પોતાનો જીવ ગુમાવી દે છે.ત્યારે આવા બનાવોમાં લોકોનો જીવના ગૂમાવે તેમને બચાવવા આપણી પ્રાથમિક ફરજ છે.

તાલીમાર્થીઓને ઘરમાં વીજળીના કારણે આગ કઈ ભૂલના કારણથી લાગે છે.તેનો ડેમો આપીને જણાવ્યુ હતૂ.વીજળીના વાયરને ખુલ્લા પ્લગમાં ન નાખવા જોઈએ.ટૂ-થ્રી-પીનનો ઉપયોગ કરવો જોઈએ.ખુલ્લા વાયરમાં કરંટ આવે છે. નહી તેને ટેસ્ટર વડે તપાસવૂ જોઈએ.એલપીજી સિલીન્ડર લીકેજ થાય ત્યારે અને આગ લાગે ત્યારે  કઈ બાબતોનૂ ધ્યાન રાખવુ જોઈએ.ફાયર ઓફીસર સાજીદખાન પઠાણે ડેમો સાથે તાલીમાર્થીઓને સમજ આપી હતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટના  પ્રોજેક્ટ ડાયરેકટર હિતેશભાઈ પટેલ પણ હાજર રહ્યા  હતા.સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસ સ્વામીજીએ પણ તાલીમાર્થીઓને મહત્વની તાલીમ આપવા બદલ  આભાર માન્યો હતો.

Related posts

शादी के चार दिन बाद लुटेरी दुल्हन आखिर में गिरफ्तार

aapnugujarat

આદ્રી ખાતે આયોજીત રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનાં ઈનામ વિતરણ સમારોહ તા. ૩ જૂનના રોજ યોજાશે કુલ ૯૮- ટીમ સહભાગી થઇ

aapnugujarat

અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયાઃ પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1