Aapnu Gujarat
Uncategorized

આદ્રી ખાતે આયોજીત રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનાં ઈનામ વિતરણ સમારોહ તા. ૩ જૂનના રોજ યોજાશે કુલ ૯૮- ટીમ સહભાગી થઇ

 વેરાવળ પાસે આદ્રી ખાતે તા. ૨૯/૫/૧૭ થી શરૂ થયેલ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ સ્પર્ધા તથા ઈનામ વિતરણ સમારોહ તા.૩/૬/૧૭ ના રોજ સાંજે ૭ કલાકે શ્રી મહાકાલી માતાજીના મંદિરની બાજુમાં આદ્રી ખાતે યોજાશે. પાણી પુરવઠા રાજ્યમંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાનાર ઈનામ વિતરણ સમારોહમાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, ભાજપ પાર્લામેન્ટ બોર્ડના સદસ્ય તરીકે નિમણૂંક જતા સન્માન કરાશે. આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી ચુનીભાઈ ગોહેલ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, સંસદિય સચિવશ્રી જેઠાભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મણીબેન રાઠોડ, પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, વેરાવળ નગરપાલીકા પ્રમુખશ્રી જગદીશભાઈ ફોફંડી, શ્રી રામભાઈ વાઢેર આ ટૂર્નામેન્ટનાં શુભેચ્છક પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.  શ્રી મહકાળી યુવક મંડળ તથા મહાકાળી ગૌ શાળા ટ્રસ્ટ આદ્રી આયોજીત આ સ્પર્ધામાં વેરાવળ, સુપાસી, આદ્રી, સીડોકર, સુત્રાપાડા,ચાંડુવાવ, કોડીનાર, કિ;દરવા, વાવડી, કાજલી,હરણાાસા, છાત્રોડા, ખોરાસા, કુકસવાડા,ઈણાજ,ગડુ, ચોરવાડ, કેશોદ  સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ૯૮ ટીમો સહભાગી થઇ છે. સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા આદ્રીના યુવા સરપંચ મયુર જોટવા, મહાકાળી યુવક મંડળ, ગૌ શાળા તથા ગીર-સોમનાથ ટ્રક એશોસીએશન તથા આદ્રીના યુવાનો જહેમત ઉઠાવી છે.

ગીર-સોમનાથ રવિ ચાનપા વેરાવલ

Related posts

કેંદ્રિય માત્સ્યકી અનુસંધાન કેંદ્ર વેરાવળ (CIFT) અને સોસાયટી ઓફ ફિશરીઝ ટેક્નોલોજિસ્ટ (ઈંન્ડીયા) (SOFTI), કોચીન દ્વારા માછીમારી કચરો વ્યવસ્થાપન : ગુજરાતમા પડકારો અને વ્યવસાયિક તકો વિષે સેમિનારનુ આયોજન

aapnugujarat

શિયાળો જમતા જ વિદેશી પક્ષીઓનો જમાવડો

editor

मारुति के बाद फोर्ड ने भी दाम बढ़ाने का किया ऐलान

editor

Leave a Comment

UA-96247877-1